જેએનયુના વહીવટી ભવનને કબજે કરતા વિદ્યાર્થીઓ

નવી દિલ્હી:  જેએનયુના વહીવટી ભવન પર વિદ્યાર્થીઓના એક જૂથે છેલ્લાં 30 કલાકથી પણ વધુ સમયથી કબજો જમાવી કર્મચારીઓ કે અધિકારીઓને ભવનમાં જવા નહિ દેતાં ભારે અફરાતફરી મચી જવા પામી છે. વિદ્યાર્થીઓ યુજીસી અધિનિયમ 2016ને પરત ખેંચવા તેમજ એમ‌િફલ અને પીએચડીના પ્રવેશના નિયમમાં કરવામાં આવેલા ફેરફારને પરત ખેંચવા માગણી કરી રહ્યા છે.

30 કલાકથી વહીવટી ભવન પર કબજો જમાવતા વિદ્યાર્થીઓએ કુલપતિ સમક્ષ માગણી કરી છે કે તેઓ તેમની વચ્ચે આવી પ્રવેશ અને બેઠક ઓછી કરવાના મામલે સ્પષ્ટતા કરે. જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ મોહિત પાંડેના જણાવ્યા અનુસાર તંત્ર વિદ્યાર્થીના હિત વિરુદ્ધ નિર્ણય લઈ રહ્યું છે. યુજીસી અધિનિયમ 2016માં અનેક ખામીઓ છે.તેને તરત પરત ખેંચવામાં આવે. યોજાયેલી 142મી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં પીએચડી અને એમ‌િફલમાં પ્રવેશ માટેની લેખિત પરીક્ષામાં 80 અને મૌખિક પરીક્ષામાં 20 ગુણની ફોર્મ્યુલા રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં આ પરીક્ષા પહેલા એક ઓએમઆર શીટ આધારિત પરીક્ષા લેવાની વાત કરવામાં આ‍વી હતી. જેમાં તેને પાસ કરનારને જ લેખિત અને મૌખિક પરીક્ષામાં ભાગ લેવાની મંજૂરી મળશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું તે ખોટું છે.

http://sambhaavnews.com/

You might also like