યામી-પુલકિત સ્ટારર “જુનૂનીયત”નું ટ્રેલર રિલીઝ

મુંબઇઃ રોમાંટિક ફિલ્મ “સનમ રે”માં ઉમદા અભિનેય બાદ યામી ગૌતમ અને પુલકિત સમ્રાટ સાથે સ્ક્રીન પર જોવા મળશે.

હવે આ બંને સ્ટાર્સ ફિલ્મ “જુનૂનીયત”માં સાથે જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલર જોઇને એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ એક ઇમોશનલ લવ સ્ટોરી છે.

આ અંગે યામી ગૌતમે ટવિટર પર લખ્યું છે કે ટ્રેલર લોન્ચ, દર્શકોને જાહાન અને સુહામી તરફથી ખૂબ જ પ્રેમ..

નિર્દેશક વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ફિલ્મ 24 જૂને રિલીઝ થશે. ફિલ્મના ગીતો ખુબ જ સુંદર છે. સારા લોકોશેન પર શૂટિંગ કરવામાં આવ્યું છે.

You might also like