જંક ફૂડ ઉપરાંત ડાયટ અને કસરતનો અભાવ એટલે અલ્ઝાઈમર્સ

પશ્ચિમી દેશોની સૌથી ખરાબ વસ્તુ જે અાપણે અપનાવી લીધી છે તે છે જંકફૂડ. ચરબી, શુગર, કાર્બોહાઈડ્રેડથી ભરેલી જંકફૂડની વાનગીઓ હવે લગભગ અાપણો રોજિંદો અાહાર બની ગઈ છે. અાપણી અત્યંત બેઠાડુ લાઈફસ્ટાઈલ તેમજ કસરત અને ફિઝિકલ મૂવમેન્ટના અભાવે લાઈફસ્ટાઈલ ડિસિઝ થવા લાગ્યા છે. અમેરિકાના સંશોધકોએ હવે એક નવું સંશોધન કર્યું છે. તેમણે જણાવ્યું કે બિનઅારોગ્યપ્રદ વેસ્ટર્ન ખોરાક અને મીનીમમ એક્સર્સાઈઝ અલ્ઝાઈમર જેવા રોગને અામંત્રણ અાપે છે. અલ્ઝાઈમરના ૨૫ ટકા કેસમાં વેસ્ટર્ન ડાયટ અને કસરતનો અભાવ જોવા મળ્યો.

You might also like