સરકારી નોકરીને લઇને ખુશખબર…જૂનિયર કલાર્કની ભરતી માટે પડી છે જાહેરાત

રાજસ્થાન સરકાર 2013માં બહાર પાડવામાં આવેલી એક ભરતીમાં ફરી નિમણૂંક કરવાની પ્રક્રિયાને શરૂ કરવા જઇ રહી છે. આ ભરતીને લઇને છેલ્લા છ વર્ષથી કામ રોકાયેલું હતું. સરકાર કલર્કની ભરતીમાં બાકી રહેલી 10 હજાર ખાલી જગ્યા માટે ભરતી પ્રક્રિયાને પુરી કરવાનો નિર્ણય લીધો છે.

સરકારના આ નિર્ણય બાદ પંચાયતીરાજ વિભાગના માધ્યમમાં 10,029 ખાલી જગ્યા પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે અને સરકારી નોકરીઓની શોધ કરી રહેલા યુવાઓને તક આપવામાં આવશે.

પંચાયતી વિભાગમાં 2013માં 33 જિલ્લા પરિષદમાં કલાર્ક માટે 19,275 જગ્યા માટે અરજીઓ મંગાવામાં આવી હતી. જેમાં ધોરણ-12માં 70 ટકાથી વધાર માર્કસવાળા ઉમેદવાર તેમજ અનુભવીને ખાસ સુવિધા આપવામાં આવી હતી.

આ ભરતીની પસંદગી બાદ વર્ષ 2013માં 7,755 અભ્યાર્થિયોની નિમણૂક કરવામાં આવી હતી. જો કે આ વચ્ચે 15 જુલાઇ 2013માં ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દીધી અને આ મામલો કોર્ટમાં પહોંચી ગયો હતો. પરંતુ હવે સરકાર ખાલી પડેલી જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવેશે.

You might also like