જુનિયર અંબાણીએ ઘટાડ્યું પોતાનું વજન

અમદાવાદ : દેશના સૌથી ધનવાન મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણીએ પોતાનું 70 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. શનિવારે સોમનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચેલ અનંતને જોઇને લોકોને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. એવું માનવામાં આવી રહ્યું છે અમેરિકાના ટ્રેનરની મદદથી અનંતે અંદાજે 70 કિલો જેટલું વજન ઘટાડી દીધું છે. થોડા સમય અગાઉ તેનું વજન 140 કિલો જેટલું હતું. અનંત અંગે કહેવામાં આવે છે કે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વધારે રસ દાખવે છે. અનંત ઘટાડેલ પોતાનું વજન ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. મળતી જાણકારી મુજબ અનંત જામનગરમાં આવેલી રિફાઇનરીમાં છેલ્લા ઘણા સમયથી એક્સસાઇઝ તેમજ રનિંગ કરવાનો અભ્યાસ કરતો હતો. અનંત આઇપીએલની મેચમાં ઘણી વખત મુકેશ તેમજ ટીના અંબાણી સાથે પોતાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સને સમર્થન કરતો જોવા મળે છે.

You might also like