હવે ગુજરાતમાં પણ જંગલરાજ : મંદિરથી પરત ફરતી યુવતીના અપહરણનો પ્રયાસ

હિંમતનગર : આજકાલ ગુજરાત રાજ્યમાં મહિલાઓ અસુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે અને મહિલાઓ સાથે એક પછી એક છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના સાબરકાંઠાના હિમતનગરમાં બની છે. વકીલ યુવતીને એકલી જોઈને બે યુવાનો ધ્વારા છેડતી અને અપહરણ કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી.

હિમતનગરના પોલો ગ્રાઉડ વિસ્તરમાં રહેતી ૨૫ વર્ષીય અને વકીલાત કરતી યુવતી રાતે મંદિરેથી દર્શન કરી ઘરે જવા નીકળી હતી. ત્યારે અચાનક રાતના અંધારામાં બે યુવકો ધ્વારા આ યુવતીને ઉભી રાખીને પકડવાની કોશિશ કરવામાં આવી અને યુવતીએ વિરોધ કરતા બન્ને યુવાનોએ ગાળો બોલી જાનથી મારવાની કોશિશ કરી. સાથે જ યુવતીને હાથ પકડીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. તેવામાં યુવતી ધ્વારા બુમાબુમ કરાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેને જોઈને અપહરણ કરો નાસી છુટ્યા હતા અને યુવતીનો જીવ બચ્યો હતો. જેથી આ વકીલ યુવતીએ હિમતનગર પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

હિમતનગરમાં વકીલ યુવતી જઈ રહી હતી ત્યારે તેની અપહરણ અને છેડતી સાથે જાનથી માંરી નાખવાની કોશિશની ફરિયાદ યુવતી ધ્વારા બે ઈસમો સામે હિંમતનગર બી ડીવીઝન પોલીસ મથકમાં નોધવામાં આવી છે જેના આધારે પોલીસે આ બંને યુવકોની અટક કરી છે અને જેલ હવાલે કર્યા છે.

પોલીસ ધ્વારા હાલ આ મામલે વધુ તપાસ કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને જગ્યા પર હાજર લોકોના નિવેદન લેવાની તજવીજ શરુ કરવામાં આવી છે. જેથી આ આરોપીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે અને આવનાર સમયમાં આવી કોઈ ઘટના ન બને.

You might also like