જૂનથી મોંઘવારી માઝા મૂકશેઃ સેવાઅો મોંઘી થશે

અમદાવાદ: પહેલી જૂનથી બજેટમાં પ્રસ્તાવિત કૃષિ કલ્યાણ સેસ તમામ કરપાત્ર સેવાઓ પર 0.5 ટકાના દરથી વધારાનો સેસ લાગુ પડતા મોબાઈલ ફોન પર વાત કરવાનું, હવાઈ મુસાફરી કરવાનું તેમજ રેસ્ટોરાં કે હોટલમાં જમવાનું વધુ મોંઘું થઈ જશે. જોકે આ પૈકી જે આવક થશે તેનો ઉપયોગ ખેતી અને કિસાનોની હાલત સુધારવા માટે કરવામાં આવશે.

કૃષિ કલ્યાણ સેસની જેમ પ્રત્યક્ષ અને પરોક્ષ કરમાં ડઝનભેર એવા ફેરફાર થવાના છે જેનો પ્રસ્તાવ નાણાં પ્રધાન અરુણ જેટલીએ બજેટમાં કર્યો હતો. આ તમામ કર પહેલી જૂનથી લાગુ થઈ રહ્યા છે. જેના કારણે લોકોને વિવિધ સેવા માટે વધારાની રકમ ચુકવવી પડશે. દેશમાંથી કાળું નાણું બહાર લાવવા સરકારે આવક જાહેર યોજના 2016 શરૂ કરવા જાહેરાત કરી છે. તે પણ પહેલી જૂનથી લાગુ થઈ રહી છે.

આ સ્કીમ હેઠળ કાળું નાણું જાહેર કરવા માટે 30 સપ્ટેમ્બર સુધી બારી ખુલ્લી રહેશે. તેમાં જે લોકો કાળું નાણું જાહેર કરશે તેમના પર સાડા સાત ટકાના દરે કિસાન કલ્યાણ સેસ લાગુ કરવાની જોગવાઈ છે. અને આ સેસથી સરકારને જે આવક મળશે તેનો ઉપયોગ કિસાનોનાં કલ્યાણ માટે કરવામાં આવશે.જ્યાં સુધી વિવિધ સેવાઓ પર 0.5 ટકા કૃષિ કલ્યાણ સેસની વાત છે ત્યારે તે લાગુ થયા બાદ વિવિધ સેવાઓ પર કર વધીને 15 ટકા થઈ જશે.

હાલમાં વિવિધ સેવાઓ પર 14 ટકા સર્વિસટેક્સ તથા 0.5 ટકા સ્વચ્છ ભારત સેસ લાગે છે. સર્વિસટેક્સ સંદર્ભે આમ જનતા સાથે સંકળાયેલે અેક મહત્વનો ફેરફાર એ રહેશે કે સ્ટેજ કેરેજથી એસી યાત્રા પર પહેલી જૂનથી 5,.6 ટકા સર્વિસટેક્સ લાગુ થશે. હાલમાં આવી યાત્રા પર કોઈ ટેક્સ લેવાતો નથી.

You might also like