જૂનાગઢ: જિલ્લા પંચાયતની સામાન્ય સભા, બળવાના એંધાણ, 19 સભ્યોનો અજ્ઞાતવાસ

જૂનાગઢ જિલ્લા પંચાયતની આજે સામાન્યસભા યોજાવાની છે. જેમાં થોડા દિવસ પહેલા રાજકોટની જેમ બળવો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જૂનાગઢમાં પણ રાજકોટવાળી થવાના ડરે કોંગ્રેસ પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ પ્રમુખ સાથે 19 સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

આ અજ્ઞાત સ્થળ પર કોંગ્રેસ દ્વારા સભ્યો સાથે ગુપ્ત બેઠક પણ યોજવામાં આવી છે. મહત્વનું છે કે, હાલ જિલ્લા પંચાયતમાં કમિટિની વરણીને લઈને કોંગ્રેસના 5 સભ્યો નારાજ છે. જિલ્લા પંચાયતમાં 30 સભ્યોમાંથી 27 સભ્યો કોંગ્રેસ પાસે છે. પરંતુ સભ્યોની નારાજગીને લઈને બળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

આમ રાજકોટની જેમ જૂનાગઢમાં પણ સત્તા હાથમાંથી ન જતી રહે તે ઉદ્દેશ્યથી કોંગ્રેસ પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે.

You might also like