જુનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરનાં પતિ પર ખાનગી ગોળીબાર

અમદાવાદ: જુનાગઢના કોંગ્રેસી મહિલા કોર્પોરેટરના પતિ પર ગઈ મોડીરાતે કેટલાક શખસોએ ફાયરિંગ કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા અા ઘટનાએ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી હતી.

અા અંગેની વિગત એવી છે કે જુનાગઢ મહાપાલિકાના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર ગીતાબહેન સોલંકીના પતિ રાજુભાઈ બાવજીભાઈ સોલંકી ગઈ રાતે ૧૨ વાગ્યાના સુમારે જુનાગઢમાં પ્રદિપ ટોકિઝ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ૧૧ શખસના ટોળાંએ તેમના પર હુમલો કર્યો હતો. તેમાંથી કોઈએ રાજુભાઈ પર ગોળીબાર કરતાં તેમને ડાબા ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અા ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં રોડ પર અાવી ગયા હતા. ગંભીરપણે ઘવાયેલા રાજુભાઈ સોલંકીને સારવાર માટે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે રાજુભાઈએ અગાઉ સંજય દુલા સોલંકીના ઘરે દારૂ અંગે પોલીસની રેડ પડાવી હોઈ અા મનદુખના કારણે ઉપરોક્ત ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દુલા સોલંકી, કમલેશ સોલંકી, અાકાશ સોલંકી, સંજય સોલંકી સહિત ૧૧ શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની સઘન તપાસ શરૂ કરી છે.

You might also like