જુનાગઢ: દલીત પરિવારના પતી-પત્ની અને બે બાળકોએ કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ

જુનાગઢમાં દલિત પરિવારે ઝેરી દવા પી કરી આત્મહત્યાની કોશિશ, ખાડિયાના પતિ પત્ની એ પોતાના બે માસુમ બાળકો સહીત પી લીધી ઝેરી દવા

મળતી માહિતી મુજબ, જુનાગઢના ખડિયા વિસ્તર માં રહેતા દલીત પરિવાર સંજયભાઈ સોલંકી અને તેમના પત્ની બ્રીજેશા બેન સોલંકીએ પોતાના બે માસુમ બાળકો જીગ્નેશ અને આદિત્ય સાથે ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ કરી છે. આ પરિવારનું કહેવું છે કે, પોલીસ ખોટી રીતે કનડગત કરી પૂછપરછ કરતી હોવાથી કંટાળી ને આ પગલું ભર્યું છે.

જો કે આ અગે કોઈ પોલીસ ફરિયાદ અત્યાર સુધી નોંધવામાં આવેલ નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે દારૂના ધંધા સાથે સંકળાયેલ હોવાથી પોલીસ તેમની પૂછપરછ કરી રહી હતી જો કે સજંય સોલંકીએ આ વાતની ઇનકાર કર્યો છે.

You might also like