VIDEO: જૂનાગઢ મનપા દ્વારા ગૌશાળાને ગાયો આપવાનું કૌભાંડ આવ્યું સામે

જૂનાગઢઃ શહેરની મહાનગરપાલિકાએ રામાપીર બલરામ ગૌશાળાનાં નામે મસ મોટું કૌભાંડ આચર્યું હોવાનું તાજેતરમાં સામે આવ્યું છે. મહાનગરપાલિકાએ રામાપીર બલરામ ગૌશાળાને ગાયો આપવાનું કૌભાંડ આચર્યું છે. મહાનગરપાલિકાએ 328 ગાય ગૌશાળાને આપી હોવાની ચોપડે નોંધ કરાઇ છે.

તો આ સાથે રામાપીર બલરામ ગૌશાળાને ગાયો મળી ન હોવાનો પણ દાવો કરાયો છે. જ્યારે મહાનગરપાલિકાએ ગાયોનાં નિભાવ માટે રૂ.9.24 લાખ ચૂકવ્યાં છે. બીજી તરફ ગૌશાળાનાં સંચાલકે એવો ખુલાસો પણ કર્યો હતો કે, બલરામ ગૌશાળાને એક પણ ગાય કે તેનાં નિભાવ ખર્ચ માટે મહાનગરપાલિકાએ પૈસા ચૂકવ્યાં નથી.

મહત્વનું છે કે થોડાંક સમય પહેલાં મહાનગરપાલિકાએ જે ગાયો ગૌશાળાને આપી છે તેનું એક કૌભાંડ બહાર આવ્યું છે. તેની અંદર આજે વળી નવો ખુલાસો થયો છે. ખાસ કરીને જે બાલાજી ગૌશાળા અને તોરણિયા ગૌશાળાને મહાનગરપાલિકાનાં ચોપડા ઉપર 328 ગાયો આપવામાં આવી છે.

હાલમાં બાલાજી ગૌશાળાનાં સંચાલકોનું કહેવું એમ છે કે અમને એક પણ ગાય આપવામાં આવી નથી તેમજ અમે કોઇ પણ પ્રકારનાં ક્યાંય પણ સહી સિક્કા પણ નથી કર્યા તેમજ આજે જે ગૌશાળાનાં નામે મહાનગરપાલિકાનાં જે પણ અધિકારીઓએ કૌભાંડ આચર્યું છે તેની સામે કાયદેસર કાર્યવાહી કરીને પગલાં લેવામાં આવશે.

You might also like