એક સાથે નવ સિંહ આવી પહોંચ્યા રહેણાંંક વિસ્તારમાં, ગાયનું મારણ કરી માણી મેજબાની

જુવાગઢઃ જુનાગઢના ગીરનાર જંગલની આસપાસ નો વિસ્તાર અને ગીરનાર દરવાજા નામે જાણીતા વિસ્તારમાં અચાનક નવ સિંહનું એક ટોળું આવી ચડ્યું હતું. જેને કારણે સ્થાનિક લોકોમાં ફફળાટ ફેલાઇ ગયો હતો. સહપરિવાર જંગલના રાજા રહેણાંંક વિસ્તારમાં આવી પહોંચ્યા હતા અને ગાયનું મારણ કરીને મિજબાની માણી હતી.

જંગલના રાજ સિંહ પરિવાર સાથે શિકારની શોધમાં અહીં આવી પહોંચ્યો હતો. ગીરનાર ના જંગલ માં આશરે ૩૦ થી પણ વધુ સિંહો છે અને હજુ એ સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે રહેણાંક વિસ્તારમાં સિંહો સહેલવા માટે આવી પહોંચ્યા હતા. ભવનાથ રોડ પર તો ઘણી વખત રાત્રીના સમયે સિંહો પોતાની ફોજ સાથે ફરવા નિકળ જ છે. ત્યારે આ વખતે તો તેઓ રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યા હતા.

જેને લીધે વનવિભાગ પણ દોડતું થઇ ગયું હતું. સિંહો રહેણાક વિસ્તારમાં આવી જતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. સ્થાનિકો ઘરમાં પૂરાઇને સિંહને જોઇ રહ્યાં હતા. વનવિભાગના મતે પાણીની તંગીને કારણે સિંહો શિકાર અને પાણીની શોધમાં રહેણાક વિસ્તાર સુધી આવી પહોંચ્યા હશે.

You might also like