જુલાઈ મહિનામાં ૧૧ દિવસ બેન્કો બંધ રહેશે

ભાગલપુર: જુલાઈ માસમાં બેન્કો ૧૧ દિવસ બંધ રહેશે. બેન્ક હડતાળ, મહિનાનો પ્રથમ અને ચોથો શનિવાર, રવિવાર અને ઈદની રજાના કારણે બેન્કો ૧૧ દિવસ બંધ રહેશે. વિલીનીકરણનો વિરોધ કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર દ્વારા ૧૨ અને ૧૮ જુલાઈના રોજ હડતાળ પાડવાનું એલાન આપવામાં આવ્યું છે.

ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસો.એ જણાવ્યું હતું કે ૧૩ જુલાઈએ એસબીઆઈને વાત કરતાં ઓલ ઈન્ડિયા એમ્પ્લોઈઝ એસોસિયેશન અને ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિયેશનના એલાન પર સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર (એસબીબીજે) સહિત તમામ બેન્કોની દેશવ્યાપી હડતાળ રહેશે.

૨૯ જુલાઈએ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના એલાન પર એસબીબીજે સહિત અન્ય તમામ બેન્કોની દેશવ્યાપી હડતાળ રહેશે, તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પણ જોડાશે. આ ઉપરાંત ૨ જુલાઈના રોજ મહિનાનો પ્રથમ શનિવાર અને ૨૩ જુલાઈએ મહિનાના ચોથા શનિવારે બેન્કો બંધ રહેશે. એ જ રીતે ૩, ૧૦, ૧૭, ૨૪ અને ૩૧ જુલાઈએ બેન્કોમાં રવિવારની રજા રહેશે. છઠ્ઠી જુલાઈએ ઈદની રજા રહેશે.

You might also like