જુહાપુરાનો આલમઝેબ ISમાં જોડાવાની ફિરાકમાં હતો

અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં નાસતો ફરતો જુહાપુરાનો આતંકી આલમઝેબ અાફ્રિદીની બેંગલુરુથી એનઆઇએએ ધરપકડ કરી છે. એનઆઇએની પૂછપરછમાં આલમઝેબ આફ્રિદી ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (આઇએસઆઇએસ) માં જોડાવવાની ફિરાકમાં હતો.

આઇએસઆઇએસના શફી અરમાર સાથે સંપર્કમાં આવીને અમદાવાદ સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં સ્લીપર સેલ ઊભું કરવા માટે મદદ માગી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ક્રાઇમ બ્રાંચના ચોપડે જુહાપુરાનાે આલમઝેબ આફ્રિદી નાસતો ફરતો હતો.

સિરિયલ બોમ્બ બ્લાસ્ટ સમયે આલમઝેબે સાઇકલો રાખીને ઘટના સ્થળ ઉપર મૂકવા જવાની કામગીરી કરી હતી. કહેવાય છે કે આલમઝેબ આફ્રિદી આ બોમ્બ બ્લાસ્ટનું મુખ્ય મોહરું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બોમ્બ બ્લાસ્ટના એક સપ્તાહ પછી આલમઝેબ અમદાવાદ છોડીને યુપી ફરાર થઇ ગયો હતો.

જ્યાં ઇન્ડિયન મુજાહિદ્દીનનો આતંકી અને મૂળ યુપીના શફી અરમારના સંપર્કમાં હતો. છેલ્લા ઘણા સમયથી આલમઝેબ આફ્રિદી બેંગલોરમાં રહેતો હતો. તાજેતરમાં એનઆઇએની ટીમે આલમઝેબ અફ્રિદીની બેંગલુરુથી ધરપકડ કરી છે. દેશની ટોચની સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે ત્યારે તાજેતરમાં અમદાવાદ એસઓજી પણ તેની પૂછપરછ કરીને આવી છે. ઉલ્લેખનીય છેકે જુહાપુરાનો આતંકી આલમઝેબ અાફ્રિદી છેલ્લા ઘણા સમયથી આઇએસઆઇએસ જોઇન્ટ કરવા માટે સિરિયા ભાગી જવાની ફિરાકમાં હતો.

સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ડિયન મુજાહિદ્દીનનો આતંકી શફી અરમાન હાલ આઇએસઆઇએસમાં જોડાઇ ગયો છે. દેશના યુવાનોને આઇએસઆઇએસમાં ભરતી કરવા માટે તેને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે.

જેમાં શફી અરમારે દેશમાં યુવાનોની ભરતી કરવા માટે સોશિયલ મીડિયા મારફતે આલમઝેબ અાફ્રિદીની મદદ માગી હોવાનું સામે આવ્યું છે. ડિસેમ્બર 2015માં શફી અરમાર અને આલમઝેબ વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલા મેસેજો સુરક્ષા એજન્સીઓએ ઇન્ટરસેપ્ટ કર્યા છે. આ મુદ્દે એસઓજીના એસીપી સી.એન.રાજપૂતે જણાવ્યું છે કે આલમઝેબ અાફ્રિદીની પૂછપરછ દિલ્હી ખાતે અમે કરી છે. જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે અમદાવાદ જ્યારે ટ્રાન્સફર વોંરટથી લાવવામાં આવશે ત્યારે વિગતો જાહેર કરાશે.

અમદાવાદના સ્લીપર સેલને મળીને ગયો આલમઝેબ
એનઆઇએ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ આલમઝેબ અાફ્રિદીની કરેલી પૂછપરછ દરમિયાન તેઓ આઇએસઆઇએસ જોડાય તે પહેલાં અમદાવાદની મુલાકાતે આવી ગયો હોવાની કબૂલાત કરી છે. જેમાં અમદાવાદના કેટલાક યુવકો જે આલમના સ્લીપર સેલના સભ્યો છે. તેમની સાથે એક મુલાકાત કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ સિવાય દેશનાં વિવિધ રાજ્યોમાં પણ આઇએસઆઇએસ માટે યુવાનો તૈયાર કરવાની જવાબદારી તેને સોંપવામાં આવી છે.

આઇએમ તથા ISISના સંપર્કમાં હતો
આલમઝેબ આફ્રિદી પહેલાં સિમી જોઇન્ટ કર્યા પછી ઇન્ડિયન મુજાહિદ્દીન (આઇએમ)માં જોડાયો હતો. બેંગલુરુથી તેઓ આઇએમના સંપર્કમાં હતા. કહેવાય છે કે અમદાવાદનાે રસૂલખાન પાટી જે પાકિસ્તાનમાં છે તેની સાથે પણ સંપર્કમાં હતો ત્યારબાદ હવે તે ISIS જોઇન્ટ કરવા માટેની ફિરાકમાં હતો જેમાં તેણે શફી અરમાનનો સંપર્ક સાધ્યો હતો.

You might also like