‘જૂડી’ વાયરસની ઝપેટમાં કરોડો સ્માર્ટફોન

નવી દિલ્હીઃ રેનસમવેર વાયરસ બાદ વધુ એક જૂડી વાયરસે દુનિયાના કરોડો સ્માર્ટ ફોનને ઝપેટમાં લીધા છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં કરોડ સ્માર્ટફોન્સ એક નવા માલવેર ‘જૂડી’ની લપેટમાં આવે તેવી શક્યતાન છે. સુરક્ષા સમાધાન ઉપલબ્ધ કરાવનારી કંપની ચેકપૉઈન્ટે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ‘જૂડી’ના સપાટામાં આવનારા આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ આધારિત છે. ફર્મનું માનવું છે કે, દુનિયાભરમાં 85 લાખથી લઈને 3.65 કરોડ જેટલા સ્માર્ટફોન્સ તેની ઝપટમાં આવી શકે છે. જૂડી એક ઑટો ક્લિકિંગ એડવેર છે જે કોરિયન કંપની દ્વારા વિકસાવાયેલી 41 એપમાં જોવા મળ્યો છે. આ માલવેર પોતાના સપાટામાં આવેલા સ્માર્ટફોન્સ દ્વારા એડવર્ટાઈઝ પર મોટી સંખ્યામાં ક્લિક કરે છે જેથી તેને બનાવનારાઓને ફાયદો થઈ શકે છે.

જોકે હજુ સુધી એ જાણ થઈ નથી કે, આ માલવેરની લપેટમાં કયા-કયા દેશો આવ્યા છે.આ અગાઉ આ જ મહીને વૉનાક્રાઈ નામના રેનસમવેરે દુનિયાભરના 100થી વધુ દેશોમાં આતંક મચાવ્યો હતો. આ વાયરસે રશિયા, બ્રિટન સહિતના તમામ દેશોના કોમ્ય્યુટરને હેક કરી દીધા હતા. સાઈબર એટેકર્સે વૉનાક્રાઈ દ્વારા કોમ્પ્યુટર્સની ફાઈલો તથા ડેટાને લૉક કરી દીધા હતા. તેની લપેટમાં આવનારા કોમ્પ્યુટર્સની સ્ક્રિન પર એક મેસેજ આવતો હતો જેમાં તે ડેટા અનલૉક કરવા માટે ખંડણી માગતા હતા.

http://sambhaavnews.com/

Source: Technogot

You might also like