કોર્ટ અને સરકાર વચ્ચે મડાગાંઠ : કોઇ પણ કાયદાને રદ્દ કરવાની સત્તા કોર્ટ પાસે છે

નવી દિલ્હી : જજોની નિયુક્તિ મુદ્દે કેન્દ્ર સરકારની તરફથી કોર્ટને લક્ષ્મણ રેખા દેખાડાયા બાદ સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસે પણ આકરો જવાબ આપ્યો છે. જસ્ટિસ ઠાકુરે કહ્યું કે સરકારનાં કોઇ પણ અંગને લક્ષ્મણ રેખા પાર ન કરવી જોઇએ અને કોર્ટ પાસે આ ધ્યાન રાખવાનો અધિકાર છે કે કોઇ પણ સંસ્થા સીમાને પાર ન કરે. સંવિધાન દિવસ પ્રસંગે સુપ્રીમ કોર્ટ લોનમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્યન્યાયાધીશ સંબોધન કરી રહ્યા હતા.

કોર્ટ પાસે સંસદની તરફથી પસાર કરવામાં આવેલા કોઇ પણ કાયદાને રદ્દ કરવાનો અધિકાર છે, જો તે સંવિધાનથી વિપરિત હોય અથવા સંવિધાનની તરફથી નક્કી કરવામાં આવેલી સીમાઓનુ ઉલ્લંઘન કરતું હોય. અગાઉ મુકુર રોહતીએ એક અન્ય કાર્યક્રમમાં જજોની નિયુક્તિ મુદ્દે ચીફ જસ્ટિસની તરફથી સરકાર સામે સવાલ પેદા કરવામાં આવ્યા બાદ કોર્ટને લક્ષણ રેખાનુ ભાન કરાવ્યું હતું.

જે અંગે ટીએસ ઠાકુરે કહ્યું કે, સંવિધાન આપણને જણાવે છે કે સરકારે શું કામ કરવું જોઇએ.સંવિધાને કોર્ટ, કાર્યપાલિકા અને વિધાયિકાનાં કર્તવ્યો અને જવાબદારીઓનિર્ધારિત કરી છે. સંવિધાને જ તેની સીમાઓ અને લક્ષ્મણ રેખાઓ પણ નક્કી કરી છે. સરકાર દ્વારા લક્ષ્મણ રેખાની યાદ અપાવ્યા બાદ ચીફ જસ્ટિસે આડકતરી રીતે આ જવાબ આપ્યો હતો.

You might also like