જ્જ લોયા મોત કેસ પર કોંગ્રેસ આક્રમક, મહાભિયોગ પ્રસ્તાવ માટે સહયોગી પાર્ટી સાથે ચર્ચા

કોંગ્રેસે જ્જ લોયા મામલ ચુકાદો આવ્યો બાદ સીજેઆઇ વિરુધ્ધ મહાભિયોગ પર કહેવાનું ટાળ્યું છે પરંતુ આજે બોલાવામાં આવેલી વિપક્ષી દળોની બેઠક ચર્ચાની શક્યતા જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે વિપક્ષી દળના દરેક પ્રમુખ નેતાઓને આંમત્રણ આપ્યું છે. બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને લઈને વિપક્ષ ફરી એકવાર સક્રીય થઈ ગયું છે. આજે સંસદ ભવનમાં આ મુદ્દે મહત્વની બેઠક થવા જઈ રહી છે. આ બેઠક જસ્ટીસ લોયાના મોતની તપાસની અપીલ સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવ્યાના એક દિવસ બાદ મળવા જઈ રહી છે.

વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ સવારે 11 વાગે સહયોગી પાર્ટીઓ સાથે બેઠક કરશે. જેમાં જજ લોયાના મોતની તપાસને લઈને ચર્ચા કરવામાં આવશે..અને જસ્ટીસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને લઈને ચર્ચા કરવામાં આવશે. જોકે કેટલીક સહયોગી પાર્ટીના પ્રતિનિધિ આ બેઠકમાં ગેરહાજર પણ રહી શકે છે. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે તે તે રાજ્યની પંચાયતની ચૂંટણીમાં વ્યસ્ત છે. કેરળની પાર્ટીએ પણ બેઠકમાં હાજર નહીં રહી શકે તેમ જણાવ્યું છે.

You might also like