પાકિસ્તાનમાં મંદિરોને તબાહ નહી થવા દે જમાત ઉદ દાવા : સઇદ

ઇસ્લામાબાદ : જમાદ ઉદ દાવાનાં પ્રમુખ હાફીઝ સઇદે કહ્યું કે સંગઠન દેશમાં હિન્દુ મંદિરો તથા અન્ય ધાર્મિક સ્થળોને તુટવા નહી દે. પાકિસ્તાનમાં હિન્દુઓનાં પવિત્ર ધર્મસ્થાનોની જવાબદારી પાકિસ્તાનનાં મુસ્લિમો અને જમાત ઉદ દાવાની છે.મુંબઇ હૂમલાનાં માસ્ટર માઇન્ડર જમાદ ઉદ દાવાને 2002માં પાકિસ્તાને પ્રતિબંધ લગાવી દીધો હતો જેને પછીથી હટાવી લેવાયો હતો. સિંધ પ્રાંતનાં માતલી શહેરમાં એક સંમ્મેલનને સંબોધિત કરતા સઇદે કહ્યું હતું કે અમે દેશમાં મંદિરો તથા અન્ય પવિત્ર સ્થળોને તોડવાની પરવાનગી નહી આપે.

જમાત ઉદ દાવા પ્રમુખે સંગઠન પર લાગેલા ચરમપંથનાં આરોપોનું ખંડન કર્યું હતું. સંગઠન પર ભારતની સીમાની નજીક આવેલા સિંઘનાં થારનાં ગરીબીથી પ્રભાવિત વિસ્તારોમાં સેમિનરી ખોલકર ચરમપંથને વધારે આગળ વધારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ડોનનાં અનુસાર સઇદે કાશ્મીરી મુસ્લિમોનાં સમર્થનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સઇદે કહ્યું કે કાયદો હાલની એજન્સીઓ રાજ્ય વિરોધી તત્વો અને રોની વિરુદ્ધ ગંભીરતાથી લડવાનો પ્રયાસો કરી રહી છે પરંતુ નવાઝ શરીફ સરકાર આ મુદ્દે મુક બનેલી છે.

You might also like