પ્રગતિ કી થમ ગયી ચાલ, દો સાલ દેશ કા બુરા હાલ : કોંગ્રેસ

નવી દિલ્હી : મોદી સરકારે બે વર્ષ પૂરા થવા અંગે હાલ સરકાર ચોતરફ પોતાની વાહવાહી કરી રહી છે. તો સરકાર પર છાંટા ઉડાડવા માટે વિપક્ષ રડારોળ કરી રહ્યું છે. જેનાં ભાગરૂપે કોંગ્રેસ હાલ એક કાર્ટુન સીરીઝ બહાર પાડીને સરકાર વિરુદ્ધ પ્રચાર ચાલુ કર્યો છે. પ્રગતી કી થમ ગઇ ચાલ દો સાલ દેશ કા બુરા હાલ નામની હિન્દી ભાષામાં તૈયાર કરાયેલી આ બુકલેટ કોંગ્રેસ દ્વારા 22 શહેરોમાં લોન્ચ કરવામાં આવી છે. જે હાલ નાગરિકો વચ્ચે વહેંચવામાં આવી રહી છે.

કોંગ્રેસે આ બુકલેટની મદદથી 13 મુદ્દાઓ ઉઠાવ્યા છે. આ મુદ્દાઓમાં એગ્રીકલ્ચર, ફાયનાન્સ, કરપ્શન, બ્લેકમની, આંતરિક સુરક્ષા, યુવા, વિદ્યાર્થી અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. રાજ્યોમાં કોંગ્રેસની સીરકાર હટાવવાનાં ષડયંત્રો રચવાનો પણ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો છે. આ સાથે જ મોદી સકારની મેક ઇન ઇન્ડિયા, ડિઝિટલ ઇન્ડિયા અને નમામી ગંગે પ્રોજેક્ટ ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે પ્રોજેક્ટ પર કાંઇ જ કામ નહી થયું હોવા છતા પણ કરોડો રૂપિયાનાં ધુમાડા કરી દેવાયા.

લોકસભાનાં વિપક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે મોદી સરકાર કોઇ સિદ્ધી વગર જ ઉત્સવ મનાવી રહી છે. ખડગેએ કહ્યં કે દેશ મોદી સરકાર પાસેથી જાણવા માંગે છે કે 2 વર્ષમાં સામાન્ય લોકો માટે સરકારે શું કર્યું. ખડગેએ મોદી સરકાર પર વ્યાપમ ગોટાળો, લલિત મોદી અને માલ્યાનો ગોટાળો, ગુજરાતનો જીએસપીસીનાં 20 હજાર કરોડનો ખર્ચો વગેરે જેવા ગોટાળાઓ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કૌભાંડ વગરની સરકાર હોવાનો દાવો કરનાર મોદી સરકાર સૌથી વધારે કરપ્ટ છે.

You might also like