બિહારઃ સીવાનમાં પત્રકારની ગોળી મારી હત્યા કરાઇ, બે શખ્સોની કરાઇ ધરપકડ

બિહારઃ બિહારના સીવાનમાં હિન્દુસ્તાન દૈનિક સમાચારપત્રના બ્યુરો ચીફની હત્યા મામલે બે લોકોની ઘરપકડ કરી છે. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. સિનિયર જર્નાલિસ્ટ રાજદેવ રંજન શુક્રવારે રાત્રે ઓફિસ પરથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમની ગોળી મારી હત્યા કરી હતી. આ મામલે નીતીશ સરકાર પર બીજેપીએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે બિહારમાં જંગલરાજ નહીં પરંતુ મહાજંગલરાજ છે.

બિહારમાં કેટલાક શખ્સોએ શુક્રવારની સાંજે સીવાનમાં હિન્દુસ્તાન દૈનિક સમાચારના પત્રકાર રાજદેવ રંજનની ગોળી મારી હત્યા કરી નાખી છે. અજાણ્યા શખ્સો બે મોટરસાઇક પર સવાર હતા અને ઘટનાને અંજામ આપીને તેઓ ફરાર થઇ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત પત્રકારનું હોસ્પિટલ લઇ જવા દરમ્યાન મૃત્યુ થયું હતું. હત્યાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. રાજદેવ સીવાનમાં પેપરના બ્યુરો ચીફ હતા અને ઘટના જ્યારે બની ત્યારે તેઓ ઓફિસથી પરત ફરી રહ્યાં હતા. મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ ટાઉન થાના ક્ષેત્રમાં ઓવરબ્રિજની નજીક કેટલાક શખ્સોએ તેમને ગોળી મારી દીધી હતી. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે એક ગોળી રાજદેવના માથામાં અને બાકીની બે તેમની ગર્દન પર વાગી હતી. ગોળી મારીને અપરાધી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જ્યારે ગંભીર હાલમાં પોલીસ રાજદેવને હોસ્પિટલ લઇ ગયા હતા. 42 વર્ષિય રાજદેવ રંજન સીવાન મહાદેવ મિશન કંપાઉન્ડ મહોલ્લામાં રહે છે. ગુરૂવારે તેમના લગ્નની તીથી હતી. હાલ ઘટના સ્થળ પર જઇને પોલીસે તપાસ હાથ ધરી છે. તો આ મામલે બીજેપીએ નીતીશ સરકાર પર નીશાન સાધ્યુ છે. બીજેપી નેતા શાહનવાઝ હુસેને ટવિટર પર લખ્યુ છે કે રાજદેવ રંજન નિર્ભિક થઇને લખનારા પત્રકાર હતા. તેમની હત્યાથી ઘણુ જ દુઃખ થયું છે.

You might also like