ઓહ! આ રહ્યા મોહમ્મદ પયંગબરના વંશજ, નથી પહેરતું કોઈ બુરખા કે હિજાબ

જોર્ડનના શાહ અબ્દુલ્લાએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ મોર્ચો માંડેલો છે, જેનાથી લોકો પણ ચોંકી ગયા છે. તેઓ સામાજિક કુરિવાજો અને અસામાજિક તત્વોની સામે હંમેશા લડત આપતા રહ્યા છે.

વિશ્વભરમાં મુસ્લિમ સમુદાયમાં જોર્ડનના શાહ અબ્દુલ્લાનું ખૂબ માન સન્માન છે, કારણ કે તેઓ મોહમ્મદ પયંગબરના વંશજ છે. જો કે તેઓ આધુનિકતાના પ્રતિક સમાન છે. વિશ્વના ઘણા દેશોમાં મુસ્લિમ પુરુષો અને મહિલાઓ માટે જાતભાતના ફતવા બહાર પાડવામાં આવે છે, પરંતુ શાહી પરિવાર અને પયંગબરના વંશજમાં તેના માટે કોઈ જગ્યા નથી.

મહંમદ પયંગબરના વંશજ અને જોર્ડનના રાજાના પત્ની કે પુત્રી કોઈ બુરખો પહેરતા નથી. હાલમાં તેમનો ટ્વિટર પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાહ અબ્દુલ્લા પોતાના પરિવાર સાથે છે. ફોટા સાથે લખવામાં આવ્યું છે કે, ‘આ જોર્ડનના દ્વિતીય રાજા શાહ અબ્દુલ્લા છે. તેઓ પયંગબરના વંશજ છે.’

તેમના ઘરમાં કોઈ મહિલા હિજાબ કે બુરખો પહેરતી નથી. જો કે જોર્ડનના રાજા ભલે ISIS સામે લડી રહ્યા હોય, પણ તેમના દેશમાં પણ કટ્ટરપંથીઓની કમી નથી. તેમના સોશિયલ મીડિયા પરના ફોટા પર કોઈ મારિયો નામની વ્યક્તિએ કમેન્ટ કરતાં કહ્યું છે કે, ‘જોર્ડનના શાહનો અભ્યાસ પશ્ચિમી સંસ્કૃતિ સાથે થયો છે. તેમણે અમેરિકી મહિલા સાથે લગ્ન કર્યાં છે. તેઓ હર્લે ડેવિ઼ડસન ચલાવે છે. તેઓ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે મુસ્લિમ દેશોએ શું કરવું જોઈએ?’

શાહ અબ્દુલ્લા ઈસ્લામિક દેશના રાજા છે અને છતાં તેમણે ઈસ્લામિક સંસ્કૃતિના નામે લોહી રેડતા આતંકી સંગઠન ISIS સામે મોર્ચો માંડ્યો છે. જોર્ડનની સરહદે તેઓ ઈસ્લામિક સ્ટેટને સારી લડત આપી રહ્યા છે.

You might also like