મારી પાસે છે PMના ભ્રષ્ટાચારની માહિતીઃ રાહુલ

નવી દિલ્હીઃ લોકસભાની કાર્યવાહી સ્થગિત થતા જ વિપક્ષે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આક્ષેપોનો મારો કર્યો હતો. તેમણે કહ્યું કે મારી પાસે પ્રધાનમંત્રીના ભ્રષ્ટાચારની અંગત માહિતી છે. જેને હું લોકસભામાં રજૂ કરવા માંગુ છું. પંરતુ પ્રધાનમંત્રી મને બોલવા નથી દેતા. તે મારાથી ગભરાય છે.

રાહુલે કહ્યું કે

સરકાર અને પ્રધાનમંત્રી નથી ઇચ્છતા કે અમે સંસદમાં અમારી વાતને રજૂ કરીએ

મારો આ રાજનૈતિક હક છે. આમે બધા ચૂંટાઇને આવ્યાં છીએ અને અમારો અધિકાર છે કે અમને સંસદમાં બોલવા દેવામાં આવે.

ઇતિહાસમાં પહેલી વખત સરકારના લોકો સંસદમાં ચર્ચા રોકી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ ખોટા બહાના બતાવવાના બંધ કરવા જોઇએ અને અમને બોલવા દેવા જોઇએ

સરકાર અને પ્રધાનમંત્રી નથી ઇચ્છતા કે વિપક્ષ સસંદમાં પોતાની વાત રજૂ કરે

હું અમેઠીનો સાંસદ છું અને હું લોકસભામાં બોલવા માંગુ છું.

મારી પાસે પીએમનો ભાંડો ફૂટી જાય તેવી માહિતી છે.

home

You might also like