જોને શા માટે આ એડ કરવાની મનાઇ કરી

મુંબઇ: બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમે સિગરેટની એક કંપનીનો પ્રચાર કરવાની મનાઇ કરી દીધી છે. જોન સિગરેટનું સેવન પણ નથી કરતો અને તેને સ્વાસ્થ માટે સારી પણ નથી માનતો. મળેલી જાણકારીને અનુસાર સિગરેટ બનાવતી એક કંપનીએ જોનને આ એડ કરવા માટે ખુબ ભારે રકમની રજૂઆત કરી હતી પરંતુ જોને તે માટે ઇનકાર કરી દીધો. જોને કહ્યું કે આ મારા આદર્શની વિરુદ્ધ છે.

જોન કોઇ પણ સિગરેટ, દારૂ કે નશાનું સેવન નથી કરતો અને આ બધી બાબતોનું સમર્થન પણ નથી કરતો. એટલા માટે તે આવા બધા ઉત્પાદનોનું પ્રમોશન પણ નથી કરતો. તેણે પોતાના આદર્શોનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, તે કોઇ પણ સેક્સ કોમેડી ફિલ્મમાં એક્ટિંગ નહીં કરે અને નિર્માતાના રૂપમાં પણ આવી ફિલ્મ ક્યારેય નહીં બનાવે.

You might also like