WWE સ્ટાર જોન સીનાએ નિકી બેલા સાથે રિંગમાં જ સગાઈની પાર્ટી એન્જોય કરી

ન્યૂયોર્કઃ WWEના સુપરસ્ટાર જોન સીનાએ નિકી બેલા સાથે એન્ગેજમેન્ટને શાનદાર અંદાજમાં સેલિબ્રેટ કર્યું. આ પાર્ટીમાં જોન સીનાના અને નિકીની નજીકના કેટલાક ખાસ મિત્રો અને પરિવારના લોકો જ સામેલ થયા હતા. બંનેના એન્ગેજમેન્ટનો ખુલાસો નિકીની ખાસ મિત્રો ઓલિવિયા વેન્જેને કર્યો હતો. ઓલિવિયાએ એન્ગેજમેન્ટ પાર્ટીની કેટલીક તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી.

જોકે બાદમાં જોન સીનાએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા ચાહકોને એન્ગેજમેન્ટ અંગેની જાણકારી આપી. તેણે લખ્યું, ”ગઈ કાલે મારી જિંદગીનો સૌથી સુંદર, અદ્ભુત અને ભાવનાત્મક દિવસ હતો. મેં મારા પરિવાર અને મિત્રો વચ્ચે મારા સપનાંની રાજકુમારીને અપનાવી.” પોસ્ટમાં બેલાના આઇ લવ યુ કહેતાં તેણે લખ્યું, ”તેં હંમેશાં મને મારી સાથે હોવાનો અહેસાસ કરાવ્યો છે.”

ટ્વિટર પર આ પોસ્ટનો જવાબ આપતાં ૩૪ વર્ષીય રેસલર નિકી બેલાએ કોમેન્ટ બોક્સમાં લખ્યું, ”લવ યુ ટૂ જોન…” જોન સીના અને બેલા પાછલાં છ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે ૪૦ વર્ષીય જોન સીનાએ ગત એપ્રિલમાં WWEના ઓડિયન્સ વચ્ચે રિંગમાં જ નિકી બેલાને પ્રપોઝ કર્યું હતું.

You might also like