ન્યૂકમર્સને હંમેશાં સપોર્ટ કરીશઃ જોન અબ્રાહમ

બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમને પ્રોડ્યૂસર તરીકે ખૂબ જ ગંભીર અને સે‌િન્સબલ માનવામાં અાવે છે. તે પોતાના પ્રોડક્શન હાઉસમાં નવા લોકોને પણ ચાન્સ અાપતો રહે છે. તેણે પ્રોડ્યૂસર તરીકેની પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’માં અાયુષ્માન ખુરાના અને યામી ગૌતમને ચાન્સ અાપ્યો. અા અંગે વાત કરતાં તે કહે છે કે મેં વરુણ સોબતી સાથે પણ ફિલ્મ બનાવી. અાગળ જતાં પણ હું ન્યૂકમર્સને સપોર્ટ કરતો રહીશ, કેમ કે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં અાજે પણ જોવામાં અાવે તો ન્યૂકમર્સ ઇન્ડસ્ટ્રીઝના છોકરાઅો છે. બહારના છોકરાઅો ખૂબ અોછા છે. અક્ષય અને શાહરુખને છોડીઅે તો જે ૨૫-૩૦ વર્ષ પહેલાં અાવ્યા હતા અથવા મારા સિવાય બહારનું કોણ છે, એક જ અાયુષ્માન ખુરાના.

જોન કહે છે કે મારે અાયુષ્માનને મેઈનસ્ટ્રીમમાં પરત લાવવો હતો. બહારની ટેલેન્ટને સપોર્ટ કરવામાં મને અાનંદ અાવે છે. હું ઇચ્છું છું કે લોકો ભવિષ્યમાં એમ કહે કે જોન અબ્રાહમ બહારના લોકોને હંમેશાં સપોર્ટ કરે છે. મીડિયા અને અભિનેતાઅો વચ્ચે પરેશાનીઅો ચાલતી રહેતી હોય છે. તે અંગે વાત કરતાં જોન કહે છે કે કોઈ પણ અભિનેતા સે‌િન્સ‌િટવ હોય છે. દરેક વ્યક્તિની સમસ્યા માત્ર તેમના સુધી સીમિત હોય છે, પરંતુ એક અભિનેતાની સમસ્યા અાખી દુનિયાને ખબર પડી જાય છે. કેટલાક અભિનેતા એવા હોય છે, જે અા બધી બાબતોને ગંભીરતાથી લેતા નથી, પરંતુ કેટલાક અભિનેતાઅો તેને દિલ પર લે છે તો પણ હું માનું છું કે ભારતીય મીડિયા ઘણું સારું છે, પરંતુ ભારતીય લોકો વધુ ઇમોશનલ હોવાના કારણે ઘણીવાર અામ બનતું હોય છે. •

You might also like