દેશભક્તિની ફિલ્મો જ બનાવવી છેઃ જોન અબ્રાહમ

જોન અબ્રાહમ છેલ્લા કેટલાક સમયથી દેશભક્તિની ફિલ્મો બનાવી રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘ફોર્સ-૨’નાં પણ ખાસ વખાણ થયાં છે. અા ફિલ્મમાં સર્જિકલ સ્ટ્રાઈક સાથે જોડાયેલો ડાયલોગ પણ છે. ‘દેશ બદલ ગયા હૈ, અબ હમ ઘર મેં ઘૂસકર મારતે હૈ’. જોન કહે છે કે અમે ફિલ્મમાં અા ડાયલોગ ખૂબ જ પહેલાં મૂક્યો હતો, પરંતુ અમને ખ્યાલ ન હતો કે સર્જિકલ સ્ટ્રાઈક બાદ અા ડાયલોગ અાટલો ફેમસ થઈ જશે. લોકોને અા ડાયલોગ એટલો ગમ્યો કે થિયેટરોમાં અા ડાયલોગ પર લોકોએ સીટીઓ વગાડી, જોકે જોન અા ડાયલોગની ક્રેડિટ વિપુલ શાહને અાપે છે, જેણે અા અાઈડિયા અાપ્યો હતો.

જોન એક મોટો દેશભક્ત છે. તે કહે છે કે ‘મદ્રાસ કેફે’ દરમિયાન પણ ડિફેન્સના લોકોને અા ફિલ્મ બતાવી હતી. હું મારી દરેક ફિલ્મ સાથે અા જ કરી રહ્યો છું. મારી અાગામી જે ફિલ્મ હું પ્રોડ્યૂસ કરવાનો છું તેમાં કદાચ એક્ટિંગ પણ કરીશ. તે ફિલ્મ પણ દેશભક્તિ પર અાધારિત છે.

હું માનું છું કે હોલિવૂડના લોકો ‘વોર’ ફિલ્મ બનાવે છે. એ ફિલ્મોને જોયા બાદ તમારામાં દેશભક્તિની ફીલિંગ અાવે છે. હું ઈચ્છું છું કે અમે પણ ઈન્ડિયામાં તે લેવલની ફિલ્મ બનાવીએ, જેથી દરેક હિન્દુસ્તાનીને ગર્વ થાય કે અાપણે ભારતવાસી છીએ. મને ફોર્સ સાથે ખૂબ જ લગાવ છે. હું ‘ફોર્સ-૩’નો પ્લાન કરી રહ્યો છું, જે પણ દેશભક્તિ પર અાધારિત હશે. •

You might also like