છેલ્લી ઓવર નાખવા માટે ધોનીનાં હાથમાંથી ઝુંટવ્યો હતો બોલ

નવી દિલ્હી : ટી-20 વર્લ્ડ કપ 2007માં ભારતીય ટીમની જીતમાં મહત્વપુર્ણ ભાગ ભજવનાર જોગીન્દર શર્માએ પોતાનાં અનુભવો જણાવ્યા હતા. જોગીન્દરનાં મતે ધોનીએ મને અંતિમ ઓવર ફેંકવા ઇશારો કર્યો તો મે ધોનીનાં હાથમાંથી બોલ ઝુંટવી લીધો હતો. 2007 ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં આફ્રિકાનાં જ્હોનિસબર્ગમાં રમાઇ રહી હતી. પાકિસ્તાનને અંતિમ ઓવરમાં 13 રન બનાવવાનાં હતા અને 1 વિકેટ બાકી હતી. શર્માએ જણાવ્યું કે મારી ઇચ્છા હતી કે ધોની અંતિમ ઓવર મને આપે. ધોનીએ જ્યારે મારી તરફ જોયું તો હું ઉત્સાહમાં દોડીને તે કંઇ બોલે તે પહેલા જ તેનાં હાથમાંથી બોલ ઝુંટવી લીધો હતો.

જોગીન્દરે કહ્યું કે મારા માટે આ મોટી વાત હતી કારણ કે, હરભજનનાં સ્થાને મને બોલિંગ આપવામાં આવી હતી. સેમિ.ફાઇનલમાં પણ મે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ઓવર નાખી હતી. ધોનીનાં મતે મે સારૂ પ્રદર્શન કર્યું હતું. જોગીન્દર શર્માનાં મતે મિસ્બાહે પ્રથમ બે બોલમાં 7 રન બનાવી લીધા હતા. પ્રથમ બોલ વાઇડ ગયો હતો. ધોનીએ મને ટેન્શન નહી લેવા જણાવ્યું હતું. બીજા બોલે મિસ્બાહે સિક્સર ફટકારી હતી. હવે 4 બોલમાં માત્ર 6 રનની જરૂર હતી.

અમે લાસ્ટ ઓવરમાં પ્લાન કર્યો હતો કે બેટ્સમેનને નવો શોટ રમવા દેવાનો નથી. માટે બોલને ઓફ સાઇડની બહાર નાખવાનો નિર્ણય કર્યો હતો. તેનાં મતે બોલિંગ કરતા સમયે હું થોડો રોકાઉ છું. જે મારા માટે ફાયદાકારક સાબિત થયું હતું. હું સમજી ગયો કે આ બોલ પર મિસ્બાહ સ્કૂપ શોટ રમશે. તે પહેલાની મેચોમાં પણ આ શોટ રમી ચુક્યો હતો. જેવો તેને મે સ્ટંપની બહાર આવતા જોયો, મે બોલની લેન્થ ઓછી કરી નાખી હતી. મને આશા હતી કે શ્રીસંત કેચ કરી લેશે અને તેણે તે જ કર્યું. અંતિમ ઓવર નાખવા બદલ હું મારી જાતને ગૌરવશાળી અનુભવી રહ્યો છું.

You might also like