જોધપુરના ઉમ્મેદભવન પેલેસને મળ્યો દુનિયાની બેસ્ટ હોટલનો ખિતાબ

જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં આવેલ ઉમ્મેદ ભવન પેલેસને વર્ષ 2016 માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ હોટલનો ખિતાબ મળ્યો છે. ટ્રાવેલ સાઇટ ટ્રિપએડવાઇઝર દ્વારા કરવામાં આવેલા એક સરવેમાં તેને બેસ્ટ હોટલ રેટ આપવામાં આવ્યો છે. વિવિધ સમીક્ષા તેમજ ટિપ્પણીઓને આધારે આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યું છે. ટ્રાવેલ વેબસાઇટને અનુસાર ઉમેદ ભવન પેલેસ હોટલમાં એક સામાન્ય રૂમનું દિવસનું ભાડુ 50 હજાર રૂપિયા છે.

ઉમેદભવનમાં કુલ 347 રૂમ છે. વર્ષ 1928માં મહારાજા ઉમેદ સિંહે તેનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. આ હોટલ બલુઆ પત્થરથી બનાવવામાં આવી છે. બ્રિટનના હેનરી લેંચેસ્ટરે લગભગ 5 વર્ષમાં આ હોટલની ડિઝાઇન તૈયારી કરી હતી. વર્ષ 1978માં આ પેલેસને હોટલમાં ફેરવી દેવાયો હતો. લોકો આ પેલેસને છીતર પેલેસના નામથી પણ ઓળખે છે.

આ છે દુનિયાની ટોપ 10 હોટલ
1. ઉમેદ ભવન પેલેસ, ભારત
2. શિંતા મની રિસોર્ટ, કમ્બોડિયા
3. બૈલે વ્યુ સેરેની, ઇટાલી
4. હનોઇ લા સિસ્તા હોટલ એન્ડ સ્પા, વિયેતનામ
5. એચ્છિસ્ટ હોટલ, ગ્રીસ
6. બેલમાઉંડ લી મેનોયર, બ્રિટન
7. મિરીહી આઇલેન્ડ રિસોર્ટ, માલદીવ
8. બુકાતી એન્ડ તારા બીચ રિસોર્ટ, અરુબા
9. કલાબાશ લક્ઝરી બુલિટ હોટલ એન્ડ સ્પા, ગ્રેનેડા
10. હોટલ રીતા હોપનેર, બ્રાઝીલ

You might also like