જોધપુર અને થલતેજ વોર્ડમાં રસ્તા પાછળ રૂપિયા ૩.૩૧ કરોડ ખર્ચાશે

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનના જોધપુર અને થલતેજ વોર્ડમાં વિવિધ રસ્તાઓને રિસરફેસ કરવાનો રૂ. ૩.૩૧ કરોડનો અંદાજ મુકાયો છે. આજે મળનારી રોડ-બિલ્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનનાં કામો બાદ જોધપુર વોર્ડમાં સીમા હોલથી પંચગીની સર્કલ થઈને સૂરસાગર એપાર્ટમેન્ટ સુધીના ટીપી રસ્તા માટે રૂ. ૧.૫૮ કરોડનો રિવાઇઝ અંદાજ તેમજ વ્રજવિહાર-૬થી કેસર પાર્ટી પ્લોટ સુધીના ટીપી રસ્તાનો રૂ. ૪૭.૫૬ લાખનો રિવાઇઝ અંદાજ નવા પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા મંજૂરી માટે મુકાયો છે.

આ ઉપરાંત થલતેજ વોર્ડમાં હોટલ કન્ટ્રી ઇનથી વૈભવલક્ષ્મી મંદિર સુધીનો રોડ તેમજ અન્ય રોડ અને સૂર્યદીપ બંગલોઝના તત્ત્વતીર્થ આશ્રમ થઈ સુકૃતિ બંગલોઝ સુધીનો રોડ તેમજ અન્ય રોડ રૂ. ૪૩.૪૭ લાખના અંદાજથી રિસરફેસ કરવાની દરખાસ્ત પણ તંત્ર દ્વારા રોડ-બિલ્ડિંગ કમિટી સમક્ષ મુકાઈ છે. જ્યારે બોડકદેવ વોર્ડમાં કર્ણાવતી મોટર્સ ક્રોસ રોડ પર રૂ. ૬.૨૧ લાખના ખર્ચે ટ્રા‌િફક આઇલેન્ડ બનાવવા માટેના ક્વોટેશનને વહીવટીતંત્રે મંજૂરી આપી છે.

You might also like