સોશિયલ મીડિયા નહી વાપરવા દેતા પુત્રએ કરી માતાની હત્યા

જોધપુર : શીના બોરા હત્યાકાંડમાં તપાસ ટીમનો ભાગ રહેલા પીઆઇ જ્ઞાનેશ્વર ગનોરેની પત્નીની હત્યા મામલે જોધપુરમાં ખુલાસો થયો હતો. હત્યાનો આરોપી તેમનો પુત્ર જ હતો. હત્યા બાદ આરોપી પુત્રીએ માતાનાં લોહીથી જમીન પર પોલીસ પિતા માટે પડકાર આપતા લખ્યું કે, કેચમી એન્ડ હેંગમી મેસેજ નીચે સ્માઇલી બનાવી અને ફોન સ્વીચ ઓફ કર્યા બાદ તેને ઘરમાં જ છોડી આરોપી પુત્ર ફરાર થઇ ગયો હતો.

શહેરની ઉદયમંદીર પોલીસે રેલ્વે સ્ટેશન ખાતે રેડ પાડીને સિદ્ધાંતથી ધરપકડ કરી હતી. આરોપી અનુસાર માતા તેની અને પિતા ઉપર શંકા કરતી, ઘરે ફેસબુક વોટસએપ વાપરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ સાથે જ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ છોડાવી દીધો હતો. આરોપી સિદ્ધાંત લોકેશન ટ્રેક ન થાય માટે ફોન ઘરે મુકી લોકલ ટ્રેન અને પછી સુતર જતી ટ્રેનમાં બેસી ગયો હતો. સુરતથી જોધપુર પહોંચ્યો અને હોટેલમાં રોકાયો હતો. જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

You might also like