વિદેશ જવા માટે સલમાન ખાનને કોર્ટે આપી મંજૂરી

સલમાન ખાનને જોધપુર કોર્ટ દ્વારા વિદેશ જવાની મંજૂરી આપી દિધી છે. સલમાને અદાલતને અપીલ કરી હતી અને કોર્ટે મંગળવારે એટલે આજે તેની અરજીને મંજૂરી આપી દીધી છે. હવે સલમાન 25મે થી 10 જુલાઇ વચ્ચે કેનેડા, નેપાળ અને અમેરિકા જઈ શકશે.

ઉલ્લેખનીય છે કે 1998ના બ્લેક ડીયર કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ સલમાન ખાનને જામીન મળી ગયા હતા, તેણે વિદેશની યાત્રા માટે કોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી. સલમાનને આ કેસમાં 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને તે હાલ જામીન પર બહાર છે.

 

5 એપ્રિલે, સલમાન ખાનને કાળા હરણનો શિકાર કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ ઘટના ફિલ્મ ‘હમ સાથ સાથ હે’ ની શૂટિંગ વખતે થયું હતું.

 

Had a great stay at Naxian Collection in Naxos #Greece

A post shared by Salman Khan (@beingsalmankhan) on

તે સમયે સૈફ અલી ખાન, તબુ, સોનલી બેન્દ્રે અને નીલમ પણ ગાડીમાં હતા. આ લોકો આ કેસમાં સહ-આરોપી પણ હતા પરંતુ તેઓને નિર્દોષ જાહેર કરવામાં હતા. જોધપુર જેલમાં 2 દિવસ ગાળ્યા પછી, સલમાન ખાન મુંબઇ પરત ફર્યો હતો અને રેસ 3 ની શૂટીંગ શરૂ કરી દિધું છે.

You might also like