જોધપુરમાં સફાઈ કર્મચારીને ગડદાપાટુંનો માર મરાતા હોબાળો

અમદાવાદ: આજે સવારે જોધપુર વોર્ડમાં સફાઇ કામગીરી બાબતે માથાકૂટ થતાં એક યુનિયનના કર્મચારીઓ દ્વારા કોર્પોરેશનના ચંદ્રેશ મોદી નામના સફાઇ કર્મચારીને ગડદાપાટુંનો માર મરાયાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ કર્મચારીને તત્કાળ સારવાર માટે વીએસના ટ્રોમા સેન્ટરમાં ખસેડાયો છે.
નવા પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં આજે સવારે સફાઇના મામલે કેટલાક કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં તાજેતરમાં હડતાળ પર ઊતરીને ૩૫ દિવસ સુધી પ્રજાને બાનમાં લેનાર એક યુનિયન સંલગ્ન કર્મચારીઓએ ચંદ્રેશ મોદી નામના કર્મચારીને પહેલાં ધક્કે ચડાવ્યો હતો. ત્યાર બાદ તેમના પર લાતો અને મુક્કાનો માર માર્યો હતો.

You might also like