ભારતીય રેલવેમાં 10 પાસ માટે બંપર વેકેન્સી, 1 જૂનથી કરી શકો છો અરજી

ભારતીય રેલવેમાં 10 પાસ માટે નોકરીની મોટી તક છે, રેલવે એ ફરીથી 9,739 પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. ઈચ્છુક ઉમેદવાર 1 જૂન 2018 થી લઈ 30 જૂન 2018 સુધી આ પદો માટે એપ્લાય કરી શકે છે આ વેકેન્સીમાં 50 ટકા જગ્યાઓ મહિલાઓ માટે આરક્ષિત છે.

પદોની સંખ્યા- 9,739

પદોની વિગતોઃ

કોન્સ્ટેબલ -8619 પદ

પુરુષઃ 4403 પદ
મહિલાઃ4216 પદ

સબ-ઈન્સપક્ટરઃ 1120
પૂરુષઃ 819
મહિલાઃ301

યોગ્યતાઃ આ પદો માટે અરજી કરનાર ઉમેદવારોનું 10 પાસ હોવું ખૂબ જરૂરી છે, આ ઉપરાંત 12 પાસ ને વધારે પ્રાથમિકતા આપવામાં આવશે. ઉમેદવાર યોગ્યતાઓ સાથે જોડાયેલી વધુ જાણકારી ઓફિશ્યિલ વેબસાઈટ પર જઈને મેળવી શકે છે.

ઉંમરઃ પદ માટે આવેદન કરનારની ઉમર 18 થી 25 વર્ષની વચ્ચે રાખવામાં આવી છે.

અરજી કરવાની અંતિમ તારીખઃ ઉમેદવાર 1 જૂન 2018 થી લઈ 30 જૂન 2018 સુધી આવેદન કરી શકે છે.

પસંદગી પ્રક્રિયાઃ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ફિઝિકલ એફીશીયંસી ટેસ્ટ, રિટન ટેસ્ટ અને ડોક્યુમેટ્સ વેરિફિકેશન પર આધારિત હશે.

પગાર ધોરણઃ કોન્સ્ટેબલઃ 21700 રૂપિયા મહિને+ અન્ય અલાઉન્સેસ

સબ-ઈન્સ્પેક્ટરઃ 35,400 રૂપિયા મહિને + અન્ય અલાઉન્સેસ

આવી રીતે કરો અરજીઃ ઉમેદવાર 1 જૂન 2018 થી 30 જૂન 2018 સુધી વેબસાઈટ INDIANRAILWAYS.GOV.IN ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

You might also like