ટીવી ચેેનલમાં નોકરી અપાવવાનું કહી યુવક પાસેથી પૈસા પડાવ્યા

અમદાવાદ: ટીવી ચેનલમાં એડિટર તરીકેની નોકરી અપાવવાનું કહી યુવક પાસેથી પેટીએમ અને ભીમ એપ દ્વારા બેન્કમાં રૂ.૩૭,૭પ૦ જમા કરાવડાવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં નોંધાઇ છે. પોલીસે ત્રણ શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ આદર્શ પાટીલ નામના યુવકે ટીવી ચેનલની ઓફિસમાં ફોન કરી મને કંપનીમાં જોઇન
કયારે કરો છે? તે બાબતે ફોન કર્યો હતો.  કંપની એચ.આર. દ્વારા આદર્શને કંપની તરફથી કોઇ રિક્રૂટમેન્ટ નથી કરાઇ તેમ જણાવ્યું હતું. એચ.આર.એ આદર્શ પાસે ઇ-મેઇલ દ્વારા કોને અને ક્યાં કાગળિયા મોકલાવ્યા છે તે મગાવ્યા હતા.

એચ.આર. દ્વારા તપાસ કરવામાં આવતાં મોન્સ્ટર ઇન્ડિયા નામની વેબસાઇટ પરથી સંજય ત્રિપાઠી નામની વ્યક્તિએ ટેલિફોનિક ચર્ચા કરી ચેનલમાં એડિટર તરીકે નોકરી અપાવવાની વાત કરી હતી. સંજયે ટેલિફોનિક ઇન્ટરવ્યુ લીધા બાદ રજિસ્ટ્રેશન બોન્ડ વગેરેના નામે રૂ.૩૭,૭પ૦ પેટીએમ અને ભીમ એપ દ્વારા પંજાબ નેશનલ બેન્કમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

સંજય ત્રિપાઠી અને મોન્સ્ટર ઇન્ડિયા કંપનીના એડવાઇઝર અંકિત શર્માએ ભળતા ઇ મેઇલ એડ્રેસનો ઉપયોગ કરી બનાવટી દસ્તાવેજ ઇ મેઇલથી મોકલી અને પૈસા પડાવી છેતરપિંડી કરતા ટીવી ચેનલના એચ.આર. દ્વારા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like