નોકરી માગવા આવેલી યુવતીનાં મેનેજરે કપડાં ફાડી લાફો માર્યો!

અમદાવાદ: શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા ટાઈટેનિયમ ‌િસટી સેન્ટર ખાતેની ઓફિસમાં નોકરી મેળવવા આવેલી યુવતી સાથે ઓફિસના મેનેજરે બીભત્સ વર્તન કરી તેને લાફો મારી કપડાં ફાડી નાખ્યાં હતાં. આ અંગે યુવતીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મેનેજરની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો હતો.

બનાવ અંગેની પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નરોડા વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષીય યુવતી ગઈ કાલે બપોરના સમયે આનંદનગર ૧૦૦ ફૂટ રિંગ રોડ પર આવેલ ટાઈટેનિયમ ‌િસટી સેન્ટરના D/303 નંબરની ઓફિસમાં નોકરીનો ઈન્ટરવ્યૂ હોવાથી ગઈ હતી. ઓફિસના સંચાલક-મેનેજર દેવેન્દ્ર ઈન્દ્રજિત સંધુ ત્યાં હાજર હતા.

મેનેજર દેવેન્દ્ર સંધુએ યુવતી સાથે બીભત્સ વર્તન શરૂ કર્યું હતું, જેથી યુવતી અને મેનેજર વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં દેવેન્દ્રએ યુવતીને લાફો મારી દીધો હતો અને બાદમાં તેણે તેણીનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતાં. આનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એફ. પારઘીએ જણાવ્યું હતું કે જસ્ટ ડાયલ દ્વારા યુવતી આ ઓફિસમાં નોકરી મેળવવા ગઈ હતી. જસ્ટ ડાયલ દ્વારા લોકોને નોકરી અપાવતી આ ઓફિસમાં દેવેન્દ્ર સંચાલક-મેનેજર હોવાનું તેઓએ જણાવ્યું હતું. હાલમાં આરોપીની ધરપકડ કરી તેને જામીન પર મુક્ત કરાયો છે.

You might also like