નોકરી ધંધા માટે સુંદરકાંડનો વિશિષ્ટ પ્રયોગ

શ્રી હનુમાનજી મહારાજની સાધના નવા ઉપાસના કરવાથી ખૂબ સુખી થવાય છે. તેમના ભક્તો ઉપર પૂર્વ જન્મનાં કર્મોને કારણે દુઃખ આવી પડ્યાં હોય તો પણ હનુમાનજીની કૃપાથી તે દૂર થઇ જાય છે. શાસ્ત્રોમાં તથા અન્ય ધર્મગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઇ ભક્ત હનુમાનજીનો પરમ ભક્ત હોય તો તેણે પૂર્વ જન્મમાં હનુમાનજીની સાધના ઉપાસના અવશ્ય કરી હોય છે. તે સિવાય આ જન્મમાં હનુમાનજીનો જે તે મનુષ્ય ઉપાસક કે ભક્ત બની શકતો નથી.

એવી જ રીતે જે દેવના ઉપાસક પૂર્વ જન્મમાં હોઇએ તે દેવ દેવીના ભક્ત તરીકે મનુષ્ય અથવા જે તે જીવતો જન્મ થાય છે. આ બધા કાંઇ ટાઢાં પહોરનાં ગપ્પાં નથી. પરંતુ અનેક શાસ્ત્રોનો નિષ્કર્ષ છે. જો તમે હનુમાન ચાલીસા તથા દરરોજ એક સુંદરકાંડનો પાઠ કરશો તો તમારા જીવનમાં ક્યારેય ભયંકર વિપત્તિ નહીં આવે તેવો આ લેખના લેખકનો દાવો છે. છતાં કોઇ વિપત્તિ આવી ચડે તો તેને ગયા જન્મનાં પાપ ગણવાં. પરંતુ હનુમાન ભક્તને આ વિપત્તિ સાપ નગણ્ય લાગશે. તે પણ એક સ્પષ્ટ હકીકત છે. આપો આપ આપણે નહીં સુંદરકાંડનો એક વિશિષ્ટ પ્રયોગ નોકરી ધંધાના કલ્યાણ માટે જોઇએ.

પ્રયોગઃ જ્યારે નોકરી ધંધામાં નુકસાન જતું હોય, નોકરીમાં પીડા કે કષ્ટ પડતાં હોય ત્યારે અથવા બેરોજગારીથી કંટાળ્યા હો ત્યારે નીચે આપેલ પ્રયોગ શુદ્ધ ભક્તિથી, વિધિપૂર્વક કરવાથી તમામ પીડા, કષ્ટ, નુકસાન દૂર થઇ જાય છે. તે બાબત તદ્દન સત્ય છે. સાધના વિધિઃ શુભ તથા અનુકુળ મુહૂર્તમાં અથવા જ્યારે ચારે બાજુથી મુશ્કેલી ઉત્પન્ન થઇ રહી હોય ત્યારે મંગળવારના દિવસે સૂર્યાસ્તના ર૪ મિનિટ પહેલાં અને ર૪ મિનિટ પછી સુધીના સમયમાં આ સાધના શરૂ કરવી.

સ્નાન વગેરેથી નિવૃત થઇ સિવ્યા વગરનું લાલ પીતાંબર પહેરવું. શ્રી હનુમાનજી મહારાજની તસ્વીર કે મૂર્તિને ગંગા જળથી સ્નાન કરાવવું. તેમને રતાંજલિ ઘસેલ લાલ ચંદનની અર્ચા કરવી. રતાંજલિનું ચંદન ન મળે તો ચંદનનો પ્રયોગ કરવો. તે પણ ન મળે તો કેસરયુક્ત હળદરથી અથવા સિંદૂર યુક્ત હળદરથી તેમના ભાલ પ્રદેશ ઉપર તિલક કરવું. સ્વયંંના કપાળે પણ તે જ તિલક કરવું. નીચેની વસ્તુઓ ભેગી કરી ગંગાજળમાં પલાળી રાખવી. ઘઉં, ચોખા, કાળા તલ, મગ અને અડદ સાધના સંપન્ન કરતાં પહેલાં ઉપરોક્ત પલાળેલી વસ્તુઓને દળીને લોટની જેમ ગૂંદીને દીપક બનાવી લેવો. આ દીપકમાં કાળા તલનું તેલ ભરવું.

સાધકે પોતે પોતાની લંબાઇ જેટલુ કાચું સૂતર માપી પાંચ વખત વાળીને તેની દિવેટ બનાવવી. આ રીતે બનાવેલી દીપક તથા દિવેટને શ્રી હનુમાનજી સમક્ષ મૂકી પ્રગટાવવો. લાલ પુષ્પની માળા અથવા આકડાની માળા જે મળે તે હનુમાનજી મહારાજને પહેરાવવી. હનુમાનજીને માળામાં હોય તે જ પુષ્પ ચડાવવાં. બેસનના ૧૧ લાડુ બનાવી તેના ઉપર તુલસી પત્ર મૂકી તેના પ્રસાદ ધરાવવો. ગાયનાં છાણાં પ્રગટાવી તેના ઉપર ગૂગળનો ધૂપ સતત આપતા રહેવું. સુંદરકાંડનો પાઠ શરૂ કરવો. તે પહેલાં નીચેનો સંપૂટ મંત્ર ભણવો.

કાજ કિયે બડે દેવન કે, તુમ વીર મહાપ્રભુ દેખી બિચારે।
કૌન સો સંકટ મોર ગરીબકો, જો તુમસો નહીં હૈ જાતહૈ ટારૌ ।
બેગિ હરો હનુમાન મહાપ્રભુ, જો કછુ સંકટ હોય હમારે ।
કો નહિં જાનત હૈ જગમેં કપિ સંકટ મોચન નામ તિહારો ।

પાઠ પૂરો થયા પછી શ્રીરામ તથા હનુમાનજીની આરતી કરવી પ્રસાદ વહેંચવો. વિકટ સ્થિતિમાં ત્રણ પાઠ સંપૂટ કરવા અને જુઓ હનુમાનજી મહારાજનો અદ્દભૂત ચમત્કાર.•

You might also like