લંડન : યુરોપિયન યુનિયનનાં સમર્થક મહિલા સાંસદની ધોળેદહાડે હત્યા

લંડન : બ્રિટનમાં વિપક્ષી લેબર પાર્ટીની 41 વર્ષીય મહિલા સાંસદ જો કોક્સની હત્યા કરી દેવામાં આવી છે. ઉત્તરી ઇંગ્લેન્ડ ખાતેનાં જો કોક્સનાં મત વિસ્તારમાં તેનાં પર ચાકુઓ વડે હૂમલો કરવામાં આવ્યો હતો. સાંસદને ગોળી પણ મારી દેવામાં આવી. સાંસદને તાબડતોબ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાં બ્રિટનનાંયૂરોપીય સંઘી સભ્યપદ અંગે મહત્વપુર્ણ જનમતસંગ્રહ પહેલા બની હતી.

ઘટનાં નજરે જોનાર લોકોનું કહેવું હતું કે હૂમલાખોર બેટલે એન્ડ સ્પેનથી લેબર સાંસદ જો કાક્સને ફુટપાથ પર લોહીલૂહાણ હાલતમાં છોડી દીધા હતા. આ ઘટનામાં એખ અન્ય વ્યક્તિ પણ ઘાયલ થયો હતો. પશ્ચિમ યોર્કશાયર પોલીસે કહ્યું કે 52 વર્ષનાં એક વ્યક્તિને બીરસ્ટોલની માર્કેટ સ્ટ્રીટ પાસેથી પકડી લેવામાં આવ્યો છે. સાંસદની કેટલાક લોકો સાથે સાપ્તાહિક બેઠક હતી. ફોક્સ દેશમાં 23 જુને યોજાનાર જનમત સંગ્રહ પહેલા બ્રિટનનાં યૂરોપીય સંઘમાં રહેવાનું સમર્થન કરતા હતા.

સાંસદને એર એમ્બ્યુલન્સ દ્વારા લીડ્સ જનરલ ઇનફોર્મરી લાવવામાં આવ્યા છે. જ્યાં પોલીસ પહેરો પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટના નજરે જોનાર હિતેમ બેન અબ્દુલ્લાએ કહ્યું કે ઘટનાં બાદ સાંસદ ફૂટપાથ પર લોહીલુહાણ હાલતમાં પડી ગયા હતા. પશ્ચિમ યોર્કશાયર પોલીસે જણાવ્યું કે ગૂરૂવારે બપોરે 12 વાગીને 53 મિનિટે પોલીસે બર્સટલનાં માર્કેટ સ્ટ્રીટમાં એક ઘટનાની જાણ થઇ હતી. જેમાં એક 40 વર્ષીય મહિલા પર હૂમલાનાં સમાચાર આવ્યા હતા. હાલ તેમની હાલત નાજુક છે. આ અંગે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

You might also like