Categories: India

રાજદ્રોહમાં ફસાયેલા ખાલિદે બુરહાનને કહ્યો ક્રાંતિકારી

નવી દિલ્હી: જેએનયૂનો રિસર્ચ સ્કોલર અને રાજદ્રોહનો આરોપી ઉમર ખાલિદએ કાશ્મીરમાં માર્યો ગયો આતંકવાદી બુરહાન વાનીના વખાણ કરતાં તેની સરખામણી ક્રાંતિકારી સાથે કરી છે. ખાલિદે ફેસબુક પોસ્ટમાં બુરહાનની સરખામણી સાઉથ અમેરિકા અને લેટિન અમેરિકાના ક્રાંતિકારી ચે ગ્વેરા સાથે કરી છે.

વાનીના સમર્થનમાં લખેલી પોસ્ટમાં ઉમરે ચે નો કોટ કર્યું છે. તેની શરૂઆતમાં લખ્યું છે,’મને મર્યાનું કોઇ દુખ નથી જો મારા મર્યા પછી કોઇ મારી બંદૂક ઉઠાવી લે અને ગોળીબાર કરવાનું ચાલું રાખે ચે ગ્વેરા.’ તેઓએ આગળ લખ્યું. આ ચે ના શબ્દો છે, પરંતુ બુરહાન વાનીના પણ હોઇ શકે છે. બુરહાન મોતથી ડરતો નહતો. તે ગુલામીની જીંદગીથી ડરતો હતો. તે તેને નફરત કરતો હતો. તે એક આઝાદ વ્યક્તિ તરીકે જીવ્યો અને આઝાદ વ્યક્તિ તરીકે મર્યો.

ઉમરે આ પોસ્ટમાં સરકારને સવાલ પૂછ્યા છે, ‘તુ આવા લોકોને કેવી રીતે હરાવીશ, જેમને પોતાના ડરને હરાવી દીધો છે? તારા અરમાનોને તાકાત મળે, બુરહાન! પૂરી રીતે કાશ્મારના લોકોની સાથે અને સમર્થનમાં.’ આ સાથે તેમણે #freekashmir# હેશટેગ પણ બનાવ્યું છે.

ઉમરના આ ફેસબુક પોસ્ટ પછી તેને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. આ પર તેને વધુ એક પોસ્ટ લખી,’ ટ્રોલર આર્મી, હું હાર માનું છું. તમારા હજારો લોકોનો સામનો હું એકલો કેવી રીતે કરી શકું. હા, હું ખોટો હતો. મારે વાનીના મોતની ખુશીમાં તમારો સાથ આપવો જોઇતો હતો’. તેને આગળ લખ્યું કે, ‘વાની જ કેમ, હું 2010માં પીટાઇ કરીને મારવામાં આવેલા 12 વર્ષના બાળકોની હત્યાઓને પણ સાચી કહું છું. આસિયા અને નીલોફરનો પણ શોપિયામાં કોઇ દિવસ રેપ થયો નથી, તેમની હત્યા થઇ નથી. હકીકતમાં તે બાજુમાંથી પસાર થઇ રહેલી મહેરની એડી સુધીના પાણીમાં ડૂબીને મરી ગઇ હતી. કાલથી હું પણ નબળાઓને પરેશાન કરીને ખુશ અને તાકાતવાર બનનારી તમારી ભીડનો ભાગ બની જઇશ, પરંતુ મારા રાષ્ટ્રવાદી મિત્રો, મને એક વાત કહો કે શું તેનાથી કાશ્મીરની હાલત બદલાઇ જશે?’

Krupa

Recent Posts

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

3 mins ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

11 mins ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

20 mins ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

23 mins ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

23 mins ago

પત્રકાર મર્ડર કેસમાં આજે રામરહીમને સજા સંભળાવાશે

ચંડીગઢ: પંચકુલાની સીબીઆઈ કોર્ટ આજે પત્રકાર રામચંદ્ર છત્રપતિ મર્ડર કેસમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમિત રામરહીમ સહિત અન્યને સજા સંભળાવશે.…

36 mins ago