JNU કાંડનો માસ્ટર માઈન્ડ ઉમર ખાલિદ દેશ છોડી જવાની પેરવીમાં

નવી દિલ્હી: દેશદ્રોહના આરોપસર ધરપકડ કરાયેલ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયાકુમારની પૂછપરછમાં પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યૂરોને એવી મહત્ત્વની જાણકારી મળી છે કે જેએનયુમાં ૯મી ફેબ્રુઆરીના રોજ આતંકી અફઝલ ગુરુની ફાંસીની વરસી નિમિત્તે આયોજિત કાર્યક્રમ અને ઈવેન્ટનો માસ્ટર માઈન્ડ ઉમર ખાલિદ દેશ છોડવાની પેરવીમાં છે અને તેથી દિલ્હી પોલીસ અને આઈબીએ દેશભરના એરપોર્ટને લુકઆઉટ સર્ક્યુલર જારી કરી દીધો છે.

કન્હૈયાએ પોતાની પૂછપરછમાં એવું જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાનો માસ્ટર માઈન્ડ ઉમર ખાલિદ હતો અને તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થતાં તે હાલ ફરાર થઈ ગયો છે. આ કાર્યક્રમમાં અર્નિબન ભટ્ટાચાર્યએ પણ ભાગ લીધો હતો. પોલીસ આ બંનેની શોધખોળ માટે દેશભરમાં દરોડાની કાર્યવાહી કરી રહી છે. પોલીસને શક છે કે ઉમર ખાલિદ ગમે ત્યારે દેશ છોડી શકે છે અને તેથી દિલ્હી પોલીસ અને આઈબીએ દેશભરના એરપોર્ટને ઉમર ખાલિદ અંગે લુક આઉટ સર્ક્યુલર જારી કરી દીધો છે. દરમિયાન પોલીસ કમિશનરે ભીમસેન બસીએ ફરીથી એવું જણાવ્યું હતું કે કન્હૈયા વિરુદ્ધ પોલીસ પાસે પૂરતા પુરાવા છે.

ઉમર ખાલિદ અસલમાં મહારાષ્ટ્રનો વતની છે અને જેએનયુની હોસ્ટેલમાં રહીને ઈિતહાસમાં એમફિલ કરી રહ્યો છે. તેના નકસલી તેમજ કાશ્મીરી અલગતાવાદીઓ અને પાકિસ્તાનના આતંકી સંગઠનો સાથેનાં કનેકશન અંગે મહત્ત્વની જાણકારી મળી છે.

એવું પણ જાણ‍વા મળ્યું છે કે ઉમર ખાલિદ ત્રણ વખત પાક. હસ્તક કાશ્મીરમાં અનૈતિક કાર્યો અંગે તાલીમ લઈ ચૂક્યાે છે અને ત્રણ વખત પાકિસ્તાન પણ જઈ ચૂક્યો છે. એવું કહેવાય છે કે પાકિસ્તાનથી તેનાં ખાતામાં હવાલા દ્વારા જંગી નાણાં આવ્યાં હતાં.

You might also like