નિવૃત્ત જવાનોની સલાહઃ દેશભક્તિનો મેસેજ અાપવા JNUમાં અાર્મી ટેન્ક લગાવો

નવી દિલ્હી: દેશ વિરોધી સૂત્રોચ્ચારને લઈને ચર્ચામાં અાવેલા જેએનયુ કેમ્પસમાં કેટલાંક પરિવર્તનો જોવા મળી શકે છે. િવદ્યાર્થીઅોમાં દેશભક્તિને પ્રોત્સાહન અાપવા માટે અહીં અાર્મી ટેન્ક મૂકવામાં અાવશે અને અાર્મી મેમોરિયલ બનાવવામાં અાવશે. જેએનયુ એડ‌િમ‌િનસ્ટ્રેશનને પૂર્વ સૈનિકોઅે અા સલાહ અાપી છે. ગઈ કાલે સૈનિકો અને અધિકારીઅોના અેક સંગઠને જેએનયુના વીસી એમ. જગદીશ કુમારની મુલાકાત લીધી. મુલાકાતની જાણકારી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ભૂપેન્દર ઝુત્શીએ મીડિયાને અાપી. ઝુત્શીએ જણાવ્યું કે પૂર્વ જવાનોઅે વીસીને કહ્યું કે કેમ્પસના માહોલને બદલવા માટે કેટલાંક પગલાં ભરવાં જોઈઅે.

ઝુત્શીના જણાવ્યા મુજબ કેમ્પસમાં અાર્મી ટેન્ક મુકાવવી જોઈઅે. અા ઉપરાંત દેશ માટે જીવ અાપનાર સૈનિકોના સન્માનમાં એક મેમોરિયલ પણ બનાવવું જોઈઅે. અા બધાનો હેતુ વિદ્યાર્થીઅોમાં દેશભક્તિની ભાવના ઊભી કરવાનો છે. ઝુત્શીએ કહ્યું કે અમે અા સૂચન પર ગંભીરતાથી વિચારી રહ્યા છીઅે.

ઝુત્શીએ કહ્યું કે અમે કેટલીયે રીતો અપનાવવા અંગે વિચારી રહ્યા છીઅે, તેમાં એક ‘વોલ અોફ ફેમ’ પણ સામેલ છે, જેના પર શહીદ થયેલા સૈનિકોનાં નામ અને ફોટોગ્રાફ લગાવવામાં અાવશે. અા ઉપરાંત અહીં એક અાર્મી ટેન્ક પણ લગાવાશે. એડ‌િમ‌િનસ્ટ્રેશન વિદ્યાર્થીઅો અને અાર્મી અધિકારીઅો વચ્ચે કોમ્યુનિકેશન શરૂ કરવાનું પણ વિચારે છે.

પૂર્વ સૈનિકો અને વીસી વચ્ચેની મુલાકાત દેશદ્રોહના સૂત્રોચ્ચાર કરનાર અારોપી ઉમર ખાલિદ અને અનિર્બાનના સરેન્ડર કર્યાના થોડા કલાકો બાદ થઈ હતી. ઉમર અને અનિર્બાનને બુધવારે ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા છે. જેએનયુનો એક વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર પહેલેથી જ જેલમાં છે.

લેફ. જનરલ (રિટાયર્ડ) નિરંજનસિંહ મલિકે વીસીને કહ્યું કે જવાનો અને િવદ્યાર્થીઅો વચ્ચે મુલાકાત શરૂ થવી જોઈઅે અને તેને રૂટિન પ્રોસેસ બનાવવી જોઈઅે. કેમ્પસમાં સૈનિકો સાથે જોડાયેલી વોલ અોફ ફેમ બનાવવી જોઈઅે. મેજર જનરલ (રિટાયર્ડ) જી.ડી. બક્ષીઅે કહ્યું કે દેશ ઘણાં ક્ષેત્ર અને લોકોને મળીને બને છે. જો તમે કાશ્મીર કે મણિપુરને કાપવાની કોશિશ કરશો તો લોહી વહેશે.

You might also like