કાશ્મીરમાં સુરક્ષાના નામે મહિલાઓ પર બળાત્કાર થાય છેઃ કન્હૈયા

નવી દિલ્હી: કન્હૈયા કુમારે એક વિવાદાસ્પદ નિવેદન કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોતાના ભાષણ દ્વારા ફરી એક વાર મોદી સરકાર સામે નિશાન તાક્યું છે. કન્હૈયા કુમારે જણાવ્યું હતું કે મારો અવાજ દબાવવાની ભલે લાખ કોશિશો કરવામાં આવે, પરંતુ હું જાહેરમાં કહું છું કે કાશ્મીરમાં સુરક્ષાના નામે બળાત્કાર ગુજારવામાં આવી રહ્યા છે.

કન્હૈયાકુમારે સ્વયંની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થવાના મુદ્દે જણાવ્યું હતું કે આજે ૮ માર્ચ મહિલા દિવસ છે. આજે હું તેમનું નામ નહીં લઉં. આજે જ મારો ફોટો ખોટી રીતે રજૂ કરાયો છે. હું ર૧ વર્ષનો છું. મારી ફ્રેન્ડ મને બાળક કહે છે.
રાષ્ટ્રવાદ પર પ્રહાર કરતાં કન્હૈયા કુમારે આરએસએસ અને ભાજપને ઘેરતાં જણાવ્યું હતું કે આ લોકો દેશદ્રોહનું ‌િસ્ટકર લઇને ફરી રહ્યા છે અને જેના પર ઇચ્છે તેના પર ‌િસ્ટકર ચીપકાવી રહ્યા છે.

કન્હૈયા કુમારે સુરક્ષાદળો પર બળાત્કારનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કાશ્મીરમાં સુરક્ષાના નામે મહિલાઓ પર બળાત્કાર થઇ રહ્યા છે. આ દેશમાં કસ્ટડીમાં રેપ થાય છે. કન્હૈયા કુમારે જણાવ્યું હતું કે ગુજરાતનો જ દાખલો લો ને, પહેલાં એક મહિલા પર બળાત્કાર કર્યો અને પછી તેને મારી નાખી.

You might also like