દિલ્હી હાઇકોર્ટે કન્હૈયાને ફટકારેલા દંડ પર સશર્ત લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે જેએનયૂ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમાર, અર્નિબાન, ઉમર ખાલિદ અને કેમ્પસના બીજા બધા વિદ્યાર્થીઓના સસ્પેંસન અને દંડ પર સશર્ત પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં શુક્રવારે કહ્યું કે તમાને મળેલા દંડ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ શરત એ છે કે ભવિષ્યમાં કેમ્પસમાં તમે કોઇપણ હડતાળ કે ધરણા પ્રદર્શન કરશો નહી.

કોર્ટે કહ્યું ‘જો તમે હડતાળ ખતમ કરી રહ્યાં છે તો અને આગળ પણ કોઇ ધરણા આપશો નહી તો કોર્ટ યૂનિવર્સિટીના તે આદેશ પર ત્યાં સુધી પ્રતિબંધ લગાવી રહી છે, જ્યાં સુધી કે કુલપતિ વિદ્યાર્થીઓની અપીલનો નિવેડો ન કરી લે. જે પણ ફરિયાદ હશે, વિદ્યાર્થીઓની અપીલ હશે, કુલપતિ નિવેડો લાવશે. જો અપીલ બાદ થયેલા નિર્ણયથી વિદ્યાર્થી ખુશ નથી તો બે અઠવાડિયામાં ફરીથી કોર્ટમાં આવી શકે છે.

હાકોર્ટે શરતોની સાથે બધા વિદ્યાર્થી અને વકીલો સાથે એ પણ કહ્યું કે તમારે કોર્ટમાંથી રાહતની આશા ત્યારે કરવી જોઇએ, જ્યારે તમે કોર્ટનો આદર કરો અને ન્યાયપાલિકામાં વિશ્વાસ રાખો.

કન્હૈયા કુમારના વકીલોએ હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે તે વિદ્યાર્થીની સાથે સ્ટ્રાઇક ખતમ કરવા માટે તૈયાર છે, શરત એ છે કે જેએનયૂ એ વાતનું આશ્વાસન આપે કે વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરશે નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે કેમ્પસમાં દેશ વિરોધી કાર્યક્રમને લઇને જેએનયૂ વહિવટીતંત્રએ કન્હૈયા કુમાર પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો છે. જેના વિરૂદ્ધ તે કોર્ટ પહોંચ્યો. ઉમર ખાલિદ અને અર્નિબાને પણ 3 દિવસ પહેલાં હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમાં તેમણે યૂનિવર્સિટીમાંથી કરવામાં આવેલા સસ્પેંસનને રદ કરવાની માંગ કરી હતી. કોર્ટે આ મામલે બંનેને કોઇ રાહત તો ન આપી, પરંતુ ઉમરના દંડ પર હાલ પુરતો પ્રતિબંધ લગાવ્યો.

You might also like