રાજ્યના નવા મુખ્યસચિવ બન્યા જે.એન સિંઘ

ગાંધીનગરઃ વર્ષ 1981ની બેંચના જી.આર. અલોરિયા આજે 14 મહિનાના કાર્યકાળ બાદ નિવૃત્ત થઇ રહ્યાં છે. ત્યારે રાજ્યના નવા મુખ્યસચિવ તરીકે જે.એન.સિંઘની વરણી કરવામાં આવી રહી છે. જેઓ રાજ્યના 28માં મુખ્યસચિવ તરીકે નિયુક્ત થશે. રાજ્ય સરકાર દ્વારા તેમની વરણી કરવામાં આવી છે. તેઓ 1983ની બેચના IAS ઓફિસર છે. આજે સાંજ સુધીમાં તેઓ તેમનો કાર્યભાર સંભાળશે.

જે. એન. સિંઘની નવા ચિફ સેક્રેટરી (ફાયનાન્સ) તરીકે વરણી કરવામાં આવી છે. જેઓ વહિવટનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ જી.આર. અલોરિયાના અનુગામી બનશે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને જી.આર. અલોરિયાનો કાર્યકાળ વધારવા અંગે અરજી કરી હતી. આજે જી.આર. અલોરિયાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. ત્યારે જે.એન. સિંઘ આજે અલોરિયાના અનુગામી બનીને કાર્યકાળ સંભાળશે.

You might also like