video: છૂટાછેડા રોકવા માટે આદિવાસી દંપતીઓ વચ્ચે ‘કિસિંગ’ સ્પર્ધા રખાઈ, વીડિયો થયો વાયરલ

ઝારખંડના પાકુડ જિલ્લામાં પરંપરાગત ગ્રામીણ મેળા દરમ્યાન આદિવાસી દંપતીઓની ‘કિસ’ પ્રતિયોગિતા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના બાદ વિવાદ ઉભો થયો છે. આ આયોજન ઝારખંડ મુક્તિ મોર્ચા (ઝામુમો) દ્વારા કરવામાં આવ્યું હતું.

રાંચીથી લગભગ 400 કિમી દૂર ઝુમરિયા ગામના મેળામાં આ કિસિંગ સ્પર્ધા રાખવામાં આવી હતી. હવે આ સ્પર્ધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજ્યમાં ભાજપની સત્તા છે. જો કે ભાજપના ઉપાધ્યક્ષ હેમલાલ મુર્મૂએ બંને ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની વાત કરી છે અને કહ્યું છે કે, તેમણે સ્થાનીય સંસ્કૃતિનું અપમાન કર્યું છે.

જો કે પ્રતિયોગિતાનું આયોજન કરનાર ધારાસભ્ય સાઈમન મરાંડીએ કહ્યું કે, ‘આદિવાસી સમાજમાં છૂટાછેડા વધી રહ્યા છે, જેને રોકવા માટે અમે ચુંબન પ્રતિયોગિતા રાખી હતી.’ પાર્ટીના ધારાસભ્ય સ્ટીફર મરાંડી પણ મેળામાં હાજર હતા.

સાઈમન મરાંડીએ જણાવ્યું હતું કે, ‘પરિણીત દંપતીઓ વચ્ચે સંબંધ વધુ મજબૂત બને તેના માટે થઈને 20 દંપતીઓ વચ્ચે કિસિંગ સ્પર્ધા રાખવામાં આવી હતી. સંથાલ સમાજને સમજવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યું નથી.’

You might also like