કાશ્મીરમાં બંદુક સંસ્કૃતીના સ્થાપક અમાનુલ્લા ખાનનું નિધન

જમ્મુ : જેકેએલએફનાં સંસ્થાપક અમાનુલ્લા ખાનનું મંગળવારે પાકિસ્તાનનાં રાવલપિંડીમાં મોત થયું હતું. ખાને કાશ્મીરની આઝાદી માટે બંદુક સંસ્કૃતીનું 80નાં દશકમાં આહ્વાન કર્યું હતું. એટલું જ નહી તેઓ 1977માં બ્રિટનમાં ભારતીય રાજદ્વારીની હત્યાનો માસ્ટરમાઇન્ડ હતો.તેણે 1971માં ઇન્ડિયન એરલાઇન્સનાં એક વિમાનનું અપહરણ પણ કર્યું હતું. ખાનની એકમાત્ર પુત્રી આસમા સાથે જમ્મુ કાશ્મીરનાં સમાજ કલ્યાણ મંત્રી સજ્જાન ગની લોને લગ્ન કર્યા છે.

82 વર્ષના અમાનુલ્લા ગિલગિટનાં અસ્તોર વિસ્તારમાં મુળ રહેવાસી હતા. અભ્યાસમાં પ્રતિભાશાળી પરંતુ 1952માં તે પાકિસ્તાન જતા રહ્યા. ત્યાં એસએમ કોલેજ કરાંચીમાંથી 1957માં ગ્રેજ્યુએશન અને 1962માં કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1963માં રચાયેલ કાશ્મીર ઇન્ડિપેન્ડટ કાશ્મીર સંસ્થાનાં સહસંસ્થાપક 1965માં જે કે પ્લેબસાઇટ ફ્રંટના સચીવનું પદ સંભાળ્યું. મકબુલ ભટ્ટની સાથે તેણે જે કે નેશલનલ લિબરેશન ફ્રંટની રચના કરી. 1970-72 સુધી તે ગિલગિટની જેલમાં રહ્યા. તેના પર ભારતીય એજન્ટ હોવાનો આરોપ લગાવાયો હતો.

1976માં ખાન બ્રિટન જતો રહ્યો હતો ત્યાં એખ વર્ષ બાદ મે 1977માં તેણે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટની રચના કરી હતી. સપ્ટેમ્બર 1985માં ખાનને હિરાસતમાં લઇ લેવામાં આવ્યા જો કે ત્યાર બાદ તેને છોડી મુકવામાં આવ્યું અને બ્રિટનથી પાછા મોકલી દેવામાં આવ્યા. પાકિસ્તાનમાં રહીને ખાને 1988માં કાશ્મીરમાં હથિયારોથી આઝાદીની લડાઇ લડવા માટે કાશ્મીરીઓને આહ્વાન કર્યું હતું. ત્યાર બાદ કાશ્મીરમાં હિંસાનું વાતાવરણ સર્જાયું હતું. 1990માં ભારત સરકારે તેનાં યૂએસ વિઝા રદ્દ કરી દીધા અને તેની વિરુદ્ધ ઇન્ટરપોલ એરેસ્ટ વોરન્ટ પણ બહાર પાડ્યું.

You might also like