બેહાલ કાશ્મીરમાં ભારતીય લશ્કર ફરી રાજદૂત બની ઉતરી

શ્રીનગર : પુર અને વરસાદથી બેહાલ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના એકવાર ફરી દેવદૂત સાબિત થઇ છે. સેનાનાં જવાનો પુર પ્રભાવિત વિસ્તારોમાં પોતાનું ઓપરેશન ચાલુ કરી દીધુ છે. કાશ્મીર ખીણનાં પાંજીપોરામાં રાષ્ટ્રીય રાઇફલ્સ(આરઆર)નાં જવાનો પુરમાં ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે. સેનાનાં જવાનો આ સાથે જ રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતા નાળાઓનો પ્રવાહ ફેરવવા માટેનાં પ્રયાસો પણ કરી રહ્યા છે. જેથી રહેણાંક વિસ્તારોમાં વધારે પાણી ઘૂસતુ અટકાવી શકાય.

ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણમાં સતત વરસાદ અને બરફ વર્ષાનાં કારણે પુર જેવી પરિસ્થિતી પેદા થઇ છે. ઝોલમ અને તેની તમામ સહાયક નદીઓ બેકાંઠે વહી રહી છે. સરકાર દ્વારા આ અંગે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ તોફાનની આશંકાને નજરે રાખી સેનાનાં જવાનો સતત રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે.

ભારે વરસાદ અને બરફવર્ષાનાં કારણે મોટા ભાગની નદીઓનું જળસ્તર વધી ગયું છે. જમ્મુ કાશ્મીરની તમામ શાળાઓમાં સોમવાર સુધીની રજા જાહેર કરવામાં આવી છે. જો કે જે આર્મી પર કાશ્મીરી યુવાનો પથ્થરો મારતા હોય છે તે જ જવાનો અત્યારે દેવદૂતની જેમ તેમનાં પરિવારને બચાવી રહ્યા છે.

You might also like