આતંકવાદી હૂમલામાં PDP જિલ્લા અધ્યક્ષ અબ્દુલ ગનીનું મોત

શ્રીનગર : દક્ષિણ કાશ્મીરમાં પીડીપી પુલવામાં જિલ્લા એકમનાં અધ્યક્ષ અબ્દુલ ગની ડારને આજે આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગનીને આજે બપોરે અહીંથી 31 કિલોમીટર દૂર પુલવામાં જિલ્લાનાં પિંગલેના વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી.

વ્યવસાયેવકીલ ગનીને અહીં એસએમએચએસ હોસ્પિટલ મોકલવામાં આવ્યા જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડીપી નેતાને એક રાઇફલની મદદથી બિલ્કુલ નજીકથી ત્રણ ગોળીમારીને હત્યા કરી નાખવામાં આવી. બે ગોળી તેમની છાતીમાં લાગી અને એક ખભા પર લાગી હતી. કોઇ આતંકવાદી સંગઠને હજી સુધી આ હૂમલાની જવાબદારી સ્વિકારી નથી. દક્ષિણ કાશ્મીરમાં એક અઠવાડીયાની અંતર આ રાજનીતિક હત્યાનો બીજો બનાવ છે.

આતંકવાદીઓએ 17 એપ્રીલે શોપિયા જિલ્લામાં વિપક્ષી નેશનલ કોન્ફરન્સનાં એક પૂર્વ સરકારી અભિયોજનકને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતી વણસેલી છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સાથે પણ મુલાકાત થઇ છે.

You might also like