પાકિસ્તાનમાં શિયાઓ પર અત્યાચાર વિરુદ્ધ કારગિલમાં વિરોધ પ્રદર્શન

જમ્મુ કાશ્મીર: કારગિલમાં શુક્રવારે મોટા પાયા પર પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શન પાકિસ્તાનમાં શિયા સમુદાય પર થઇ રહેલા અત્યાચાર વિરુદ્ધ આયોજિત થયું.જણાવી દઇએ કે પાકિસ્તાનમાં મૌલવી શેખ મોહસિન અલી નઝાફીની ધરપકડ બાદથી લોકોમાં ખૂબ જ ગુસ્સો હતો.

પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનમાં શિયા વિરુદ્ધ થઇ રહેલા અત્યાચારની નિંદા કરતી વખતે જામિયા મસ્જિદ, કારગિલથી લાલ ચોક સુધી માર્ચ નિકાળી. કારગિલમાં ધારાસભ્ય અસગરકરબલાઇએ જણાવ્યું કે પાકિસ્તાનમાં એક ભ્રષ્ટ સરકાર છે જે આતંકવાદીઓને રક્ષા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

તેમણે આગળ કહ્યું કે અમે હંમેશા ઉત્પીડનની વિરુદ્ધ અને પીડિત લોકોની સાથે દરેક જ્યાએ ઊભા રહીએ છીએ. વધમાં તેમણે કહ્યું કે શેખ મોહસિન અલી નઝફી એક શૈક્ષિક વ્યક્તિ છે રાજનિતીક વ્યક્તિ નથી. પાકિસ્તાન સરકાર તેમની સામાજિક ગતિવિધિઓને સીમિત કરવાના પ્રયત્ન કરી રહ્યું છે.

You might also like