બુરહાન વાનીનાં ભાઇના મોત પર સરકાર દ્વારા વળતરની જાહેરાત બાદ વિવાદ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મી સરકારે ખીણમાં આતંકવાદી ઘટનાઓમાં મૃત્યુ પામેલા 17 લોકોનાં પરિવારજનોને વળતર આપવાની મંજુરી આપી દીધી છે. આ લોકોમાં હિજ્બુલ મુજાહિદ્દીનનો આતંકવાદી બુરહાન વાનીના ભાઇનો પણ સમાવેશ થાય છે. ખાલીદ વાનીનું ગત્ત વર્ષે ગોળીબારમાં મોત નિપજ્યું હતું. આદેશ બહાર પાડતા પહેલા વિરોધ નોંધાવવા માટે એક અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે. જો કે હજી સુધી તે સ્પષ્ટ નથી કે બુરહાનનાં પરિવારજનોએ વળતરનો સ્વિકાર કર્યો છે કે નહી.

આ વર્ષે 8 જુલાઇએ દક્ષિણ કાશ્મીરનાં કોકેરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો સાથેનાં ધર્ષણમાં બુરહાન વાની ઠાર મરાયો હતો. ત્યાર બાદથી જ ખીમણમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. જેમાં 86 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આ મુદ્દે ચાર લાખ રૂપિયાનાં વળતર આપવામાં આવી છે. ખાલીદનાં મોત અંગે સેનાએ કહ્યું હતું કે તે હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો હતો અને ધર્ષણમાં મૃત્યું થયું હતું. પરિવારનું કહેવું છે કે તે નિર્દોષ હતો. પોલીસે આ મુદ્દે તપાસ પણ કરી હતી.

જો કે આ રાહતની રકમ તેવા કિસ્સામાં આપવામાં આવે છે જ્યારે મરનાર વ્યક્તિ આતંકવાદી ન હોય. બુરહાન વાનીનાં પરિવારજનોને વળતર આપવા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે તે સ્પષ્ટ રીતે વળતરનાં નિયમોનું ઉલ્લંઘન છે. 25 વર્ષનો ખાલીદ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીમાંથી રાજનીતિમાં એમ.એ કરતો હતો.

You might also like