જમ્મુ-કશ્મીર: પુલવામામાં 3 આતંકીઓ ઠાર, એક જવાન શહીદ

જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ સર્જાર્યા હોવાનાં સમાચાર મળી રહ્યાં છે. જાણકારી અનુસાર બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આ અથડામણમાં એક જવાન શહીદ થઇ ગયો છે. આ એન્કાઉન્ટરમાં એક જવાનનાં શહીદ થવાંની સાથે એક સ્થાનીય નાગરિકને પણ નુકસાન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે એન્કાઉન્ટર દરમ્યાન એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થઇ ગયો છે. આ અથડામણમાં સુરક્ષાબળોનાં જબરદસ્ત એટેક દ્વારા ત્રણ આતંકીઓને પણ ઠાર કરી દેવામાં આવ્યા છે.

આ ત્રણેય આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલ છે તેવું જણાવાઇ રહ્યું છે. આ આતંકીઓનાં કનેક્શન વિદેશમાં પણ હોવાની સંભાવના છે.

You might also like